
મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)આજે સપ્તાહના પ્રથમ દિવસે વધારા સાથે ખૂલ્યું છે. જેમાં સેન્સેક્સ 195.57 પોઈન્ટના વધારા સાથે 81,576.93 પોઈન્ટ પર અને નિફ્ટી પણ 59.20 પોઈન્ટના વધારા સાથે 25,023.45 પોઈન્ટ પર ખુલ્યો હતો. ગત સપ્તાહે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
સેન્સેક્સની 30માંથી 20 કંપનીઓમાં વધારો
આજે ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર વધારા સાથે અને 10 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે નિફ્ટીની 39 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 10 કંપનીના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે 1 કંપનીના શેર કોઈ ફેરફાર નોંધાયો ન હતો.
આ કંપનીઓના શેર વધારા સાથે ખૂલ્યા
સેન્સેક્સ કંપનીઓમાં JSW સ્ટીલે આજે સૌથી વધુ 1.93 ટકાના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સિવાય લાર્સન એન્ડ ટુબ્રોએ 1.51 ટકા, ટાટા સ્ટીલ 1.43 ટકા, ઇન્ફોસિસ 0.84 ટકા, ટેક મહિન્દ્રા 0.82 ટકા, એચડીએફસી બેન્ક 0.78 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.61 ટકાના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સાથે એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, સીટીએસ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો.
Also Read –