આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત પૂર્વે શેરબજારની ફ્લેટ શરુઆત | મુંબઈ સમાચાર

આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત પૂર્વે શેરબજારની ફ્લેટ શરુઆત

મુંબઈ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકી અને આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત પૂર્વે બજારની ફ્લેટ શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 15 પોઈન્ટના ઘટાડા સાથે 80694 ના સ્તરે ખુલ્યો છે. જયારે નિફ્ટી 8 પોઈન્ટના ઘટાડા સાથે 24641 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને 10 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા છે. જયારે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 30 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને બાકીની 19 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા

એશિયન બજારોમાં મિશ્ર વલણ

આ ઉપરાંત બુધવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જેમાં જાપાનનો નિક્કી 225 0.12 ટકા વધ્યો અને ટોપિક્સ 0.45 ટકા વધ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.45 ટકા ઘટ્યો અને કોસ્ડેક 0.57 ટકા ઘટ્યો. જયારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળી શરૂઆત દર્શાવે છે.

યુએસ શેરબજારમાં વધારો

યુએસ શેરબજાર મંગળવારે વધારા સાથે બંધ થયું. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 61.90 પોઈન્ટ ઘટીને 44,111.74 પર બંધ થયો, જ્યારે એસએન્ડપી 500 30.75 પોઈન્ટ ઘટીને 6,299.19 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 137.03 પોઈન્ટ ઘટીને 20,916.55 પર બંધ થયો હતો. યુએસ ટેરિફ વોરના પગલે રોકાણકારોએ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રોકાણ કર્યું.

આપણ વાંચો:  નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાતની કંપનીઓએ 3495 કરોડનું ભંડોળ એકત્ર કર્યું…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button