નેશનલશેર બજાર

Stock Market: નબળા વૈશ્વિક સંકેતોની શેરબજારમાં અસર, સેન્સેકસમાં 400 પોઇન્ટનું ગાબડું

મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)નબળા વૈશ્વિક સંકેતોને કારણે સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે ખુલ્યું હતું. એશિયન દેશોના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે ભારતીય બજારો પણ ઘટાડા સાથે ખુલ્યા છે. ગિફ્ટ નિફ્ટીએ પહેલાથી જ માર્કેટ નીચા ખુલવાના સંકેતો આપ્યા હતા. સેન્સેક્સ 400 અને નિફ્ટી 118 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. આજના કારોબારની શરૂઆત મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ઘટાડા સાથે થઈ છે.

આ શેરો ફોકસમાં છે
શેરોમાં એશિયન પેઈન્ટ્સના શેરમાં પણ બજાર ખુલતાની સાથે જ ભારે ઘટાડો નોંધાયો હતો. કંપનીના નબળા ત્રિમાસિક પરિણામોને કારણે, ઘણા બ્રોકરેજ હાઉસે સ્ટોક પર તેમના લક્ષ્ય ભાવમાં ઘટાડો કર્યો છે.જેના કારણે એશિયન પેઇન્ટ્સના શેરમાં ઘટાડો થઈ રહ્યો છે. એશિયન પેઇન્ટ્સના શેરમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હાલમાં શેર 8.34 ટકાના ઘટાડા સાથે રૂપિયા 2539 પર ટ્રેડ થઈ રહ્યો છે. આજના સેશનમાં મારુતિના શેર પણ ફોકસમાં છે. કંપની પોતાની Dezire કારનું નવું મોડલ લોન્ચ કરી રહી છે.

સેકટોરેલ ઇન્ડેકસના હાલ
આજના કારોબારમાં બેન્કિંગ, એફએમસીજી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેર્સ ડાઉન ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ઓટો, આઈટી, ફાર્મા શેરમાં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેરો ઉપર અને 18 ડાઉન ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 14 શેરો ઉપર અને 36 ડાઉન ટ્રેડ થઈ રહ્યા છે. વધતા શેરોમાં પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, TCS, HCL ટેક, ઇન્ફોસિસ, NTPC બજારને ટેકો આપી રહ્યા છે.

આ પણ વાંચો…..હરિયાણાના યશવર્ધને કર્યો રેકોર્ડ-બ્રેક રનનો ઢગલો, 428 રન ખડકી દીધા

એશિયન બજારોમાં ઘટાડો
એશિયન બજારોમાં નિક્કી 0.39 ટકા, સ્ટ્રેટ ટાઇમ્સ 0.47 ટકા, હેંગસેંગ 2.35 ટકા, તાઇવાન 0.68 ટકા, કોસ્પી 1.27 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. શાંઘાઈ માર્કેટ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button