મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)સોમવારે પણ ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. જેમાં આજે સેન્સેક્સ 210 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 80973ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆતમાં 28 પોઈન્ટ ઘટીને 24823 ના સ્તર પર ખૂલ્યો હતો
શરૂઆતના ટ્રેડમાં શેરોની સ્થિતિ
ટ્રેડિંગની શરૂઆતની થોડી મિનિટોમાં સેન્સેક્સ પર આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. TCS, Infosys જેવા શેર 1 ટકા થી વધુ ઘટીને ખુલ્યા હતા. જોકે, થોડા સમય પછી આ IT શેરોમાં રિકવરી જોવા મળી હતી અને ગ્રીન ઝોનમાં આવી ગયા હતા. ટાટા સ્ટીલ લગભગ દોઢ ટકાની મહત્તમ ખોટનો સામનો કરી રહ્યું હતું. પાવર ગ્રીડ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ જેવા શેર 1 ટકાથી વધુ તૂટ્યા હતા.
બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવર લગભગ 1 ટકા મજબૂત હતો. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓના શરૂઆતના દિવસે બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેરો શરૂઆતના વેપારમાં લગભગ 0.50 ટકા જેટલા વધ્યા હતા.
એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર થયો હતો
ગત સપ્તાહે એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર થયો હતો, જ્યારે અમેરિકન શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. એશિયન બજારોમાં સોમવારે નીચા વેપાર થયા હતા. જેમાં જાપાનનો નિક્કી 225 ઘટ્યો. 13 ઓગસ્ટ પછી પ્રથમ વખત 36,000 ની નીચે સરકી ગયો. જ્યારે ટોપિક્સ 2.84 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.99 ટકા અને કોસ્ડેક 1.72 ટકા ઘટ્યો.
યુએસ શેરો નીચે બંધ થયા
શુક્રવારે યુએસ શેરો નીચે બંધ થયા. S&P 500 અને ડાઉ જોન્સનો માર્ચ 2023 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો, જેમાં Nasdaq એ જાન્યુઆરી 2022 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો.