
મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 108 પોઈન્ટના વધારા સાથે 85,008 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE) નો ઇન્ડેક્સ નિફ્ટી 39 પોઈન્ટ વધીને 25,998 પર ખુલ્યો હતો. શરૂઆતના વધારા બાદ બજાર ગબડ્યું હતું, ત્યાર બાદ તારી તેજી જોવા મળી હતી. આમ શરૂઆતના કારોબારમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર મેક્સ હેલ્થકેર, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન કંપની, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરોમાં વધારો નોંધાયો હતો. જ્યારે SBI લાઇફ ઇન્શ્યોરન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બેંક, ટેક મહિન્દ્રા, ટ્રેન્ટના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
સવારે 9.58 વાગ્યે સેન્સેક્સ 88.73 (0.10%)ના વધારા સાથે 84,989.44 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 23.25 (0.090%)ના વધારા સાથે 25,982.75 પર ટ્રેડ કરી રહ્યો રહ્યો.
રૂપિયો મજબુત થયો:
શરૂઆતના કારોબારમાં ભારતીય રૂપિયો ડોલર સામે મજબુત થયો હતો. ઇન્ટરકોન્ટિનેન્ટલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે, ડોલર સામે રૂપિયો 11 પૈસા મજબૂત થઈને 89.05 પર પહોંચ્યો હતો.
ગત અઠવાડિયે શુક્રવારે યુએસ ડોલર સામે રૂપિયો 98 પૈસામાં મોટા ઘટાડા સાથે 89.66 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ગઈ કાલે સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 50 પૈસાના વધારા સાથે 89.16 પર બંધ થયો હતો. મંગળવારે શરૂઆતના કારોબારમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.



