ફ્લેટ શરૂઆત બાદ શેર બજારમાં ઉતારચઢાવ; આ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઉછાળો

મુંબઈ: આજે બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 4 પોઈન્ટના નજીવા વધારા સાથે 78,021 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 93 પોઈન્ટના વધારા સાથે 78,110 પર ટ્રેડ થઇ રહ્યો હતો, આ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 18 ગ્રીન સિગ્નલમાં અને 12 રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.21 ટકા અથવા 50 પોઈન્ટના વધારા સાથે 23,718 પર ટ્રેડ થઇ રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના કુલ 2409 શેરોમાંથી 1496 શેરો ગ્રીન રંગમાં, 730 રેડ સિગ્નલમાં અને 65 શેરો કોઈપણ ફેરફાર વિના ટ્રેડ થઈ રહ્યા હતા. ત્યાર બાદ શેર બજારમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે.
શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં સૌથી મોટો વધારો મોલ્ડ ટેકમાં 13.73 ટકા, ટોક્યો પ્લાસ્ટમાં 10.85ટકા, ટેકિલ કેમિકલ્સમાં 8.45 ટકા અને કી ફિનસર્વમાં 8.90 ટકા નોંધાયો. કેસોરામ ઇન્ડસ્ટ્રીઝમાં 10.05 ટકા, કેરારો ઇન્ડિયામાં 7.32 ટકા, સાલાસરમાં 5.34 ટકા અને પ્રીમિયર લિમિટેડમાં 5.34 ટકાનો ઘટાડો નોંધાયો..
આ પણ વાંચો…વક્ફ સુધારા બિલ ટૂંક સમયમાં સંસદમાં રજુ થશે; આજે સાંસદોની બેઠક, AIMPLB નું વિરોધ પ્રદર્શન…
સેક્ટોરલ ઇન્ડેક્સ:
સેક્ટોરલ ઇન્ડેક્સમાં વધુ વધારો નિફ્ટી રિયલ્ટીમાં 1.06 ટકા નોંધાયો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો 0.37 ટકા, નિફ્ટી FMCG 0.09 ટકા, નિફ્ટી IT 0.15 ટકા, નિફ્ટી મીડિયા 0.08 ટકા, નિફ્ટી મેટલ 0.46 ટકા, નિફ્ટી PSU બેંક 0.16 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.31 ટકા, નિફ્ટી મિડસ્મોલ IT & ટેલિકોમ 0.41 ટકા વધ્યા હતા. આ ઉપરાંત, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.46 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.10 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.28 ટકા, નિફ્ટી ફાર્મા 0.25 ટકા ઘટ્યા હતા.