રિયલ્ટી અને પાવર શેરોમાં કરંટ, કેપિટલ ગુડ્સ અને આઈટી શેર ગબડ્યા
મુંબઇ: સમીક્ષા હેઠળના ૨૦ નવેમ્બર, ૨૦૨૩થી ૨૪ નવેમ્બર, ૨૦૨૩ સપ્તાહ દરમિયાન સેક્ટરલ ઈન્ડાયસીસમાં રિયલ્ટી અને પાવર સર્વાધિક વધ્યા હતા, જ્યારે કેપિટલ ગુડ્સ અને આઈટી સર્વાધિક ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા શુક્રવારના ૬૫,૭૯૪.૭૩ના બંધથી ૧૭૫.૩૧ પોઈન્ટ્સ (૦.૨૭ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૬૫,૭૮૭.૫૧ ખૂલી, ૨૩ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ઊંચામાં ૬૬,૨૩૫.૨૪ અને ૨૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ નીચામાં ૬૫,૫૪૭.૮૦ સુધી જઈ અંતે ૬૫,૯૭૦.૦૪ પર બંધ રહ્યો હતો.
આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૩૨૮.૭૧ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં સ્મોલ કેપ ઈન્ડેક્સ ૦.૫૩ ટકા, મીડ કેપ ઈન્ડેક્સ ૦.૬૯ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૧૮ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૨૦ ટકા અને બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૦.૨૨ ટકા વધ્યા હતા. આઈપીઓ ૧.૩૦ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૪૭ ટકા વધ્યા હતા. ગ્રીનેક્સ ૦.૦૮ ટકા ઘટ્યો હતો અને એસએન્ડપી બીએસઈ કાર્બોનેક્સ ૦.૧૬ ટકા વધ્યો હતો.
સેકટરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી ૧.૪૮ ટકા, ઓટો ૦.૭૮ ટકા, હેલ્થકેર ૦.૮૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૩૫ ટકા, મેટલ ૦.૧૭ ટકા, પાવર ૧.૪૩ ટકા, બેન્કેક્સ ૦.૩૪ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૦ ટકા વધ્યા હતા, જ્યારે પીએસયૂ ૦.૦૫ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૩૪ ટકા, એફએમસીજી ૦.૩૨ ટકા, આઈટી ૦.૩૪ ટકા અને ટેક ૦.૦૧ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં ભારતી એરટેલ ૨.૫૯ ટકા, ટાઈટન કંપની ૧.૭૮ ટકા, એચડીએફસી બેન્ક ૧.૭૬ ટકા, જેએસડબલ્યૂ બેન્ક ૧.૭૦ ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૬૧ ટકાની વૃદ્ધિ સાથે સમાવેશ હતા. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૯૦ ટકા, બજાજ ફાઈનાન્સ ૨.૮૧ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૨ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૮૩ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૫૧ ટકાના ઘટાડા સાથે સમાવેશ હતો.
એ ગ્રુપની ૭૧૭ કંપનીઓમાં ૩૫૫ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૩૬૧ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા અને ૧ સ્ક્રિપનો ભાવ સ્થિર રહ્યો હતો. બી ગ્રુપની ૧,૦૬૬ સ્ક્રિપ્સમાંથી ૬૦૦ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૪૬૦ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને ૬ સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા.
સપ્તાહ દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કુલ રૂ.૨૧,૬૬૫.૬૫ કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ. ૪,૮૬૨.૩૩ કરોડનું ટર્નઓવર શુક્રવાર, ૨૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ થયું હતું.