શેર બજાર

શૅરબજારમાં તેજીને બ્રેક: નિફ્ટી 21,450ની નીચે લપસ્યો

મુંબઇ: એકધારી તેજીની દોડ પછી સપ્તાહના પહેલા દિવસે એશિયન બજારોમાં એકંદર નબળા સંકેતનું ટ્રીગર મળતા શરૂ થયેલા પ્રોફિટ બુકિંગ વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંક, સેન્સેક્સ અને નિફ્ટીમાં સોમવારે પીછેહઠ જોવા મળી હતી. પાછલા ત્રણ દિવસની જોરદાર તેજીને બ્રેક લગાવતો સેન્સેક્સ 168.66 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 71,315.09 પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે 341.46 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટીને 71,142.29 પોઇન્ટની સપાટીને અથડાયો હતો. એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી 38 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટીને 21,418.65ના સ્તરે સ્થિર થયો હતો. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે, સ્થાનિક બેન્ચમાર્કે દિવસની શરૂઆત નકારાત્મક ટોન સાથે કરી હતી, પરંતુ નીચા મથાળે લેવાલીનો ટેકો મળતા રિકવરી પણ જોવા મળી હતી. સત્રના પૂર્વાર્ધમાં બેન્ચમાર્ક અથડાયેલો અને ફ્લેટ રહ્યો હતો, પરંતુ ઉત્ત્ારાર્ધમાં મંદીવાળાઓએ વેચવાલીનો મારો ચલાવીને બેન્ચમાર્કને રેડ ઝોનમાં ધકેલવામાં સફળતા મેળવી હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન, જેએસડબલ્યુ સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેંક, આઇટીસી, ઇન્ફોસિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર અને ટેક મહિન્દ્રા ટોપ લુઝર્સ બન્યા હતા, જ્યારે બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, સન ફાર્મા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ, સન ફાર્મા, એચસીએલ ટેક, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ ટોપ ગેઇનર્સમાં સામેલ હતા.
મૂડીબજારમાં એકધારા ભરણાં આવી રહ્યાં છે. ઈનોવા કેપ્ાટેબનો રૂ. 570 કરોડના આઈપીઓ 21 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલે છે અને 26મીએ બંધ થાય છે. પ્રાઇસ બેન્ડ રૂ. 426થી રૂ. 448 પ્રતિ શેર નક્કી થઇ છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 33 શેર છે. શેર બીએસઇ અને એનએસઇ પર શુક્રવારે સૂચિબદ્ધ થશે. એ જ રીતે, આરબીઝેડ જ્વેલર્સ રૂ. 100 કરોડનો આઇપીઓે 19 ડિસેમ્બરે ખુલશે અને 21 ડિસેમ્બરે બંધ થશે. શેરેની ફાળવણી શુક્રવાર, 22 ડિસેમ્બરે ફાઇનલ થવાની અપેક્ષા છે. શેરનું 27 ડિસેમ્બરે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 95થી રૂ. 100 પ્રતિ શેર છે. લઘુત્તમ લોટ સાઈઝ 150 શેર છે. સીમેન્સ લિમિટેડના બોર્ડે એનર્જી બિઝનેસના ડિમર્જરના અમલીકરણ માટે સબ્સિડરી સ્થાપવાના પ્રસાતવને મંજૂરી આપી છે. અંબુજા સિમેન્ચે નાણાકીય વર્ષ 2026 સુધીમાં રિન્યુએબલ પાવર પ્રોજેક્ટમાં રૂ. 6000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્શ્યુરન્સે કોર્પોરેટ ઓફિસ સેક્ટરમાં નેશનલ એનર્જી ક્નઝર્વેશન એવોર્ડસ (એનઈસીએ) 2023 હાસંલ કર્યો છે.

નિયોજેન કેમિકલ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, નિયોજેન આયોનિક્સ લિમિટેડે ભાવિ વિસ્તરણ વ્યૂહરચના અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની સ્થાપનાના ભાગરૂપે વિશ્વકક્ષાની અત્યાધુનિક બેટરી મટીરીયલ્સ સુવિધા સ્થાપવા માટે ગુજરાતમાં દહેજમાં પખાજન ખાતે અંદાજે 65 એકર જમીન હસ્તગત કરી લીધી છે. કંપની પ્રથમ તબક્કામાં 30,000 એમટી ઇલેક્ટ્રોલાઇટ્સ અને 4,000 એમટી ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ અને એડિટિવ્ઝનું ઉત્પાદન કરવા માટે આ ગ્રીનફિલ્ડ સાઇટ પર પ્લાન્ટ સ્થાપશે. સેકટરલ ઇન્ડાઇસિસમાં ફાર્મા ઇન્ડેક્સ એક ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 0.7 ટકા, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકા અને બેન્ક ઇન્ડેક્સ 0.5 ટકા ડાઉન હતા. મિડકેપ ઇન્ડેક્સમાં 0.3 ટકાના વધારા સાથે વ્યાપક સૂચકાંકોએ મુખ્ય સૂચકાંકોને પાછળ રાખી દીધા હતા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો અને ઇન્ટ્રાડે 42,371.96 પોઇન્ટની તાજી રેકોર્ડ ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો.

ઈક્વિટીમાં નરમાઈ: રૂપિયામાં 13 પૈસાનો
સુધારો ધોવાઈને અંતે બે પૈસાનો ઘટાડો
મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ જોવા મળી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો 13 પૈસાનો સુધારો ધોવાઈને અંતે બે પૈસાના ઘટાડા સાથે 83.05ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 83.03ના બંધ સામે સુધારાના અન્ડરટોને 82.97ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.06 અને ઉપરમાં 82.90 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે બે પૈસા ઘટીને 83.05ના મથાળે બંધ રહ્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button