ઉછાળા સાથે શેરબજારની શરૂઆત; આ સેક્ટર્સમાં મોટો વધારો

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર (Indian Stock Market) ઉછાળા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) આજે 279 પોઈન્ટના વધારા સાથે 81,591 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 479 પોઈન્ટના વધારા સાથે 81,753 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકના 30 શેરમાંથી, 2 શેર રેડ સિગ્નલ અને 28 શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી(NSE NIFTY) શરૂઆતના કારોબારમાં 116 પોઈન્ટના વધારા સાથે 24,866 પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સમયે, NSE પર ટ્રેડ થતા 2312 શેરમાંથી, 1569 શેર ગ્રીન સિગ્નલમાં, 673 રેડ સિગ્નલમાં અને 70 શેર કોઈ ફેરફાર વિના ટ્રેડ થઇ રહ્યા હતાં.
આ શેરોમાં તેજી:
સેન્સેક્સ પેકના ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઝોમેટો, સન ફાર્મા, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટીસીએસ, રિલાયન્સ, પાવરગ્રીડ, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, કોટક બેંક, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક્સિસ બેંકમાં વધારો નોંધાયો છે.
જ્યારે, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ અને એશિયન પેઇન્ટ્સના શેરોમાં ઘટાડો નોંધાયો છે.
નિફ્ટી આઇટીમાં તેજી;
સેકટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, શરૂઆતના કારોબારમાં નિફ્ટી આઇટીમાં સૌથી વધુ વૃદ્ધિ 1.37 ટકાની જોવા મળી. આ ઉપરાંત, નિફ્ટી ઓટોમાં 0.08 ટકા, નિફ્ટી મીડિયામાં 0.41 ટકા, નિફ્ટી મેટલમાં 0.66 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.42 ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં 0.01 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 0.15 ટકા, નિફ્ટી હેલ્થકેરમાં 0.24 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.25 ટકા, નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.28 ટકા અને નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમમાં 1.07 ટકાનો વધારો નોંધાયો
આ ઉપરાંત, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.13 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.05 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.20 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.16 ટકાનો ઘટાડો નોંધાયો.