શેર બજાર

શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

મુંબઇ : ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે દબાણ વચ્ચે ઘટાડા સાથે ખૂલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 124.32 પોઈન્ટ ઘટ્યો અને 83,935.89 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 31.20 પોઈન્ટના ઘટાડા સાથે 25,606.40 ના સ્તરે ખુલ્યો છે. સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક બેંક, ભારતી એરટેલ, એનટીપીસી, રિલાયન્સ, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે સ્ટેટ બેંક, એટરનલ, ટ્રેન્ટ, એલ એન્ડ ટી, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એક્સિસ બેંક, ટાઇટન વગેરેમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં તેજી

વિશ્વભરના બજારોમાં મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થતાં તેજી જોવા મળી રહી છે. તેમજ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરારની આશાના પગલે બજાર સકારાત્મક છે. આ દરમિયાન એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 1.68 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.85 ટકા વધ્યો છે. હોંગકોંગના બજારો પણ મજબૂત શરૂઆતનો સંકેત આપ્યા હતા.

શુક્રવાર અમેરિકન બજારો વધારા સાથે બંધ થયા

શુક્રવારે યુએસ બજારો પણ ઊંચા સ્તરે બંધ થયા. એસ એન્ડપી 500 અને નાસ્ડેક તેમના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા. ડાઉ જોન્સ, એસ એન્ડપી 500 અને નાસ્ડેક, ત્રણેયે અઠવાડિયામાં વધારો નોંધાવ્યો. એનવીડિયા અને એમેઝોનના શેર વધ્યા, જ્યારે ટેસ્લા અને માઇક્રૉનના શેર ઘટ્યા. નાઈકના શેરમાં 15 ટકાથી વધુનો વધારો થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button