મુંબઈ: આજે શુક્રવારે ભારતીય શેરબજાર(Stock Market) ઉછાળા સાથે ખુલ્યું છે, BSE સેન્સેક્સ 648.97 પોઈન્ટના વધારા સાથે 79,754.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી-50 પણ 191.10 પોઈન્ટના વધારા સાથે 24,334.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે BSE સેન્સેક્સ(SENSEX)ની તમામ 30 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં જોવા મળ્યા હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, જેએસડબલ્યુ સ્ટીલના શેર મહત્તમ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ નિફ્ટી-50(NIFTY)ની 50 કંપનીઓમાંથી 46 કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને બાકીની 4 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
ગુરુવારે સ્વતંત્રતા દિવસની નિમિતે શેર બજારમાં કારોબાર બંધ રહ્યો હતો.
આ પહેલા બુધવારે શેરબજાર એકદમ ફ્લેટ રહ્યું હતું, બજાર મામૂલી વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 149 પોઈન્ટના ઉછાળા સાથે 79,105 પોઈન્ટ અને નિફ્ટી 4.75 પોઈન્ટના ઉછાળા સાથે 24,143 પોઈન્ટ પર બંધ થયો હતો. બુધવારે TCSમાં 2.29 ટકા, HCL ટેકમાં 1.96 ટકા, ટેક મહિન્દ્રામાં 1.47 ટકા, ઇન્ફોસિસમાં 1.25 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.16 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ, ડિવિસ લેબના શેરમાં સૌથી વધુ 4.03 ટકા, હીરો મોટોકોર્પનો 3.17 ટકા, કોલ ઇન્ડિયાનો 3 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટનો 2.35 ટકા અને ડૉ. રેડ્ડીના શેરમાં 2.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો.