શેર બજાર

અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત; આ શેરોમાં મોટો વધારો નોંધાયો…

મુંબઈ: આજે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે સામાન્ય વધારા સાથે ફ્લેટ શરૂઆત (Indian stock market opening) નોંધાવી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 84 પોઈન્ટના વધારા સાથે 77,690 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરો ગ્રીન ઝોનમાં કારોબાર કરી હતા અને 15 શેરો રેડ ઝોનમાં હતા.

શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 7.75 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 23,584 પર ટ્રેડ થઇ રહ્યો હતો. 2,206 ટ્રેડેડ શેરોમાંથી 1,868 શેરોમાં વધારો નોંધાયો, 317 શેરોમાં ઘટાડો નોંધાયો અને 58 શેરોમાં કોઈ ફેરફાર થયો નહીં. NSEનું કુલ માર્કેટ કેપ રૂ. 412.21 લાખ કરોડ હતું.

આ પણ વાંચો: સેન્સેકસમાં ૮૦૦ પોઈન્ટનો ઉછાળો: ઇઝરાયલ એટેકની કોઈ અસર નહીં!

આ શેરોમાં વધારો નોંધાયો:

આજે શરૂઆતના કારોબારમાં સૌથી વધુ ઉછાળો સાર્થક મેટલ્સ (14%), એમબીએલ ઇન્ફ્રા (13%), ઉમા એક્સપોર્ટ્સ (11%), નોર્થ ઇસ્ટર્ન (8.23%) અને બિનાની ઇન્ડસ્ટ્રીઝ (5.66 %)ના શેરમાં જોવા મળ્યો. આ ઉપરાંત, IRIS CLOTHINGS માં 14 ટકા, TECIL CHEMICALS માં 10 ટકા, GARWARE TECHNICAL માં 9 ટકા, AEGIS LOGISTICS માં 7 ટકા અને MT EDUCARE માં 6 ટકાનો ઘટાડો નોંધાયો

સેક્ટોરલ ઇન્ડેક્સની સ્થિતિ:

આજે શરૂઆતના કારોબારમાં મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં સૌથી વધુ વધારો 1.47 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 1.18 ટકા, નિફ્ટી મેટલમાં 0.31 ટકા, નિફ્ટી મીડિયામાં 0.06 ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં 0.37 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 0.22 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.12 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.67 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.91 ટકા જોવા મળ્યો.

આ પણ વાંચો: અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા…

આ ઉપરાંત, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.36 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.71 ટકા, નિફ્ટી ફાર્મા 0.66 ટકા, નિફ્ટી આઇટી 0.93 ટકા અને નિફ્ટી ઓટો 0.41 ટકા ઘટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button