
મુંબઈ: આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર (Indian Stock market)માં રેડ સિગ્નલમાં ટ્રેડિંગ શરુ થયું હતું. આજે મંગળવારે બજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 14.11 પોઈન્ટના ઘટાડા સાથે 74,440.30 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 36.9 પોઈન્ટના ઘટાડા સાથે 22,516.45 પોઈન્ટ પર ખુલ્યો.
આજે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, 16 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે બાકીની 13 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા, જ્યારે એક કંપનીનો શેર કોઈપણ ફેરફાર વિના ખુલ્યો. એ જ રીતે, નિફ્ટીની 50 માંથી 25 કંપનીઓના શેર ઉછાળા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને 24 કંપનીઓના રેડ સિગ્નલમાં ઘટાડા સાથે ખુલ્યા, એક કંપનીનો શેર કોઈ ફેરફાર વિના ખુલ્યો.
Also read: ભારતીય શેરબજાર વિદેશીઓ માટે નફાકારક!
શેરોની શરૂઆત:
આજે, સેન્સેક્સ કંપનીઓમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 1.02 ટકાના વધારા સાથે ખુલ્યો અને TCSના શેર સૌથી વધુ 0.93 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આજે સેન્સેક્સ પર ICICI બેંકના શેર 0.97 ટકા, ઝોમેટો 0.92 ટકા, ટાટા સ્ટીલ 0.58 ટકા, બજાજ ફિનસર્વ 0.51 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.40 ટકા, ટાટા મોટર્સ 0.35 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.35 ટકા, ભારતી એરટેલ 0.32 ટકા, અદાણી પોર્ટ્સ 0.30 ટકા, મારુતિ સુઝુકી 0.27 ટકા, HDFC બેંક 0.26 ટકા, SBI 0.22 ટકાના વધારા સાથે ખુલ્યા. જયારે લાર્સન એન્ડ ટર્બોના શેર 0.86 ટકા, HCL ટેક 0.56 ટકા, એક્સિસ બેંક 0.44 ટકા, ટાઇટન 0.39 ટકા, ટેક મહિન્દ્રા 0.25 ટકા, બજાજ ફાઇનાન્સ 0.13 ટકા, સન ફાર્મા 0.09 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.08 ટકાના શેર ઘટાડા સાથે ખુલ્યા.
ગઈ કાલે બજારમાં મોટું ધોવાણ:
નોંધનીય છે કે ગઈકાલે, સેન્સેક્સ 856.65 પોઈન્ટના ઘટાડા સાથે 74, 454.41 બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 242.55 પોઈન્ટ ઘટીને 22,553.35 પોઈન્ટ પર બંધ થયો.