
Stock Market Opening: ગુરુવારે ઘરેલું શેરબજાર ફરી એક વખત લાલ નિશાનમાં ખૂલ્યું હતું. સતત ઘટાડા વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ગબડ્યાં હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 393 પોઇન્ટ ઘટીને 75,546 પોઇન્ટ પર આવી ગયો હતા. જ્યારે નિફ્ટી પણ 118.95ના ઘટાડા સાથે 22,813.95 પોઇન્ટ પર આવી હતી.
સેન્સેક્સના વધેલા-ઘટેલા શેર્સ
આજના કારોબારની શરૂઆતમાં એનટીપીસી, અદાણી પોર્ટસ, રિલાયન્સ, એક્સિસ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, અલ્ટ્રાટ્રેક મોટર્સ, એશિયન પેઇન્ટ, ઈન્ડસઈન્ડ બેંકના શેર્સમાં ઉછાળો આવ્યો હતો. જ્યારે એલએન્ડટી, ટેક મહિન્દ્રા, બજાજા ફાયનાન્સ, ભારતી એરટેલ, એલ્ટ્રાટેક, ઝોમેટો, એમએન્ડએમ, મારુતિ, આઈટીસી, એચડીએફસી બેંકના શેર્સમાં ઘટાડો થયો હતો.

બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1 ટકા તથા સ્મોલકેપ ઈન્ડેક્સ 2 ટકા વધ્યા હતા. સેક્ટરમાં આઈટી, ફાર્મામાં 1 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે મીડિયા, મેટલ, પીએસયુ બેંક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સમાં 1-2 ટકાનો વધારો થયો હતો.

Also read: શેરબજારની હરિયાળી શરૂઆત; આ શેરોમાં મોટો ઉછાળો
બુધવારે શું થયું
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 28 પોઇન્ટના ઘટાડા સાથે 75,939.18 પર બંધ થયું હતું. નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે 22,912.70 પર બંધ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે 2025ના 36 કારોબારી દિવસમાં 21 દિવસ ઘટાડો થયો છે. જ્યારે બીએસઈ 500 માર્કેટ કેપમાં 34 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ 387.18 લાખ કરોડ રૂપિયાથી ઘટીને હવે 353.31 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.