છેલ્લા કારોબારી દિવસે શેરબજારમાં તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઉછાળો

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે ભારતીય શેરબજારે વધારા સાથે ગ્રીન સિગ્નલમાં કારોબાર શરુ કર્યો. સવારે 9.25 વાગ્યે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ વધીને 82,350 ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, અને નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 50પોઈન્ટ વધીને 25,230 ની નજીક ટ્રેડ કરી રહ્યો હતો.
આજે શરૂઆતના કારોબારમાં બેંક નિફ્ટીમાં પણ વધારો નોંધાયો હતો. બેંક નિફ્ટી 190 પોઈન્ટ વધીને 56,400 ની નજીક ટ્રેડ કરી રહ્યો હતો.
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધારો ઘટાડો નોંધાયો, જ્યારે પાવર ગ્રીડ, અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ્સના શેરોમાં વધારો નોંધાયો. સ્મોલ-કેપ્સ 0.4% અને મિડ-કેપ્સમાં 0.3% નો વધારો નોંધાયો.
મુખ્ય 16 સેક્ટર્સમાંથી 12માં વધારો નોંધાયો નિફ્ટી બેંક 0.4% અને નિફ્ટી આઈટી 0.2% વધ્યા. નિફ્ટી આઈટીના 10 માંથી નવ શેરમાં વધારો નોંધાયો, જ્યારે ટીસીએસના શેરના ભાવમાં ૦.7% ઘટાડો નોંધાયો.
ગુરુવારે TCS એ તેના બીજા ક્વાર્ટરના રીઝલ્ટ જાહેર કર્યા હતાં. તાજેતરમાં કરવામાં આવેલી છટણી માટે થતા સેવરેન્સ ખર્ચને કારણે નેટ પ્રોફિટમાં એક વખતનો ફટકો પડ્યો છે.
છેલ્લા ત્રણ સત્રોમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સની ખરીદીથી પણ બજારના સેન્ટિમેન્ટમાં તેજી જોવા મળી રહી છે.
આ પણ વાંચો…શેરબજારમાં ચાર સત્રની આગેકૂચને બ્રેક, નિફ્ટી ફરી ૨૫,૦૦૦ તરફ પાછો ફર્યો