મંગળવારે શેરબજારની મંગળ શરૂઆત, આ સેક્ટરના શેરોમાં ઉછાળો
મુંબઈ: આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર સતતમાં રોનક (Stock market opening) જોવા મળી છે. આજે મંગવારે બજાર મજબૂત ઉછાળા સાથે ખુલ્યું હતું. બેંકિંગ શેરો અને સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ખરીદીને કારણે BSE સેન્સેક્સ (Sensex) 305 પોઈન્ટના ઉછાળા સાથે 80,415 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(NIFTY) 121 પોઈન્ટના ઉછાળા સાથે 24,343 પોઈન્ટ પર ખુલ્યો હતો.
આજના ટ્રેડીંગમાં IT શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. આ સિવાય બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી રહી છે.
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 380 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ભારતી એરટેલ, ICICI બેન્ક, HUL, શ્રીરામ ફાઇનાન્સ અને TCS નિફ્ટીમાં ભારે તેજી જોવા મળી રહી છે, જ્યારે ONGC, NTPC, L&T, ટ્રેન્ટ અને ટાટા મોટર્સમાં ઘટાડો નોંધાયો છે.