શેર બજાર
શેરબજાર: ઝોમેટોના ચોખ્ખા નફામાં ૭૮ ટકાનો તોતિંગ કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફૂડ ડિલિવરી કંપની એટર્નલ (અગાઉ ઝોમેટો)નો ચોખ્ખો નફો માર્ચ ૨૦૨૫ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૭૮ ટકા ઘટીને રૂ. ૩૯ કરોડ નોંધાયો છે. જોકે, કામગીરીમાંથી આવક ૬૪ ટકા વાર્ષિક ધોરણે વધીને રૂ. ૫,૮૩૩ કરોડ નોંધાઇ છે.
ઊંચા ખર્ચને કારણે નફા પર અસર પડી, જે ૬૮ ટકા વાર્ષિક ધોરણે વધીને રૂ. ૬,૧૦૪ કરોડ થઈ ગઈ છે. નફામાં ઘટાડો કંપનીના ક્વિક કોમર્સ વર્ટિકલ, બ્લિન્કિટના વિસ્તરણમાં વધુ રોકાણ તેમજ તમામ સેગમેન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો થવાને કારણે પણ થયો છે.