નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં ખુલતા સત્રમાં જ વિક્રમી ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વબજારમાં આવેલા સુધારા સાથે સેન્સેકસ અને નિફ્ટી પણ ઊંચા મથાળે ખુલ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 256 પોઇન્ટના વધારા સાથે 71,593 પોઇન્ટની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 82 પોઈન્ટના વધારા સાથે 21,523 પોઇન્ટની સપાટીએ ખુલ્યો હતો. સાર્વત્રિક તેજીના માહોલમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બજાર સેન્ટા રેલીના મૂડમાં લાગે છે.
સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ બુધવારે વૈશ્વિક બજારના ઉત્સાહી મૂડને ટ્રેક કરીને અને આવતા વર્ષની શરૂઆતમાં ફેડરલના દરોમાં ઘટાડો શરૂ થવાની આશા વચ્ચે ઊંચા મથાળે પહોંચ્યા હતા.
સમગ્ર બોર્ડમાં ખરીદી જોવા મળી હતી. તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઊંચા સ્તરે આગળ વધી રહ્યા જોવાયા હતા. દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી સાથે મળીને વ્યાપક બજારો પણ તેજીમાં રહ્યું છે.
રજાની મોસમમાં સામાન્ય રીતે વોલ્યુમ અને કામકાજ ઠંડા હોય છે, તેની સામે હાલ બજારમાં જોવા મળી રહેલી સ્થિતિસ્થાપકતા બજારની બુલિશનેસનો સંકેત આપે છે. યુએસના મધર માર્કેટ તરફથી બજારને વૈશ્વિક સમર્થન મળ્યું છે, જ્યાં S&P 500 સર્વકાલીન ઊંચાઈની નજીક છે. બજારના પીઢ અનુભવીઓ એવી સલાહ આપી રહ્યા છે કે રોકાણકારોએ ઉચ્ચ ગુણવત્તાવાળી બ્લુચિપ્સને પ્રાથમિકતા આપવી જોઈએ જે સારી કામગીરી કરી રહી છે અને સારી કમાણી શક્યતા ધરાવે છે
Taboola Feed