ટોપ ન્યૂઝશેર બજાર

વધારા સાથે ખુલ્યા બાદ શેર બજારમાં સુસ્તી, આ શેરોના ભાવમાં મોટો ઘટાડો

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, આજે શુક્રવારે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં (Indian Stock Market Opening) ખુલ્યું હતું. આજે BSE સેન્સેક્સ 250.02 પોઈન્ટના વધારા સાથે 76,388.99 પોઈન્ટ પર ખુલ્યો અને NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 65.05 પોઈન્ટના વધારા સાથે 23,096.45 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે શરૂઆતના કારોબારમાં બજારે તેજી ગુમાવી હતી. સેન્સેક્સ 137ના વધારા સાથે 76,276 પર આવી ગયો હતો. જ્યારે, નિફ્ટીમાં ઉછાળો માટે 23 પોઈન્ટનો રહી ગયો હતો.

આજે સવારે 09.21 વાગ્યા સુધી સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 19 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બાકીની 11 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે, નિફ્ટીની 50 કંપનીઓમાંથી 31 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 17 કંપનીઓના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે કંપની 2 ના શેર કોઈપણ ફેરફાર વિના ટ્રેડ થઈ રહ્યા હતા.

Also read: આજે શેરબજારમાં ફરી ધોવાણ થશે! શરૂઆતના ટ્રેડીંગમાં આ શેરોમાં મોટો કડાકો

આ શેરમાં મોટો વધારો:
સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર મહત્તમ 1.40 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે સન ફાર્માના શેર 0.68 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, સેન્સેક્સ કંપનીઓમાં ટેક મહિન્દ્રા 0.99 ટકા, ICICI બેંક 0.92 ટકા, HCL ટેક 0.90 ટકા, મારુતિ સુઝુકી 0.69 ટકા, ઇન્ફોસિસ 0.67 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.60 ટકા, ટાટા મોટર્સ 0.59 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.59 ટકા, TCS 0.48 ટકા અને ભારતી એરટેલના શેર 0.46 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા

બીજી તરફ, અદાણી પોર્ટ્સના શેરમાં 0.61 ટકા, NTPCના શેરમાં 0.60 ટકા અને પાવર ગ્રીડના શેરમાં 0.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.. ગઈ કાલે ગુરુવારે બજારની શરૂઆત ફ્લેટ રહી હતી. જોકે, ટ્રેડિંગ દરમિયાન બજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. એક સમયે, બજાર સારા વધારા સાથે ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ અંતે તે ઘટીને રેડ સિગ્નલમાં બંધ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button