મુંબઈ: આજે શેરબજાર(SHARE MARKET)ની ધમાકેદાર શરૂઆત થઈ હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY)માં આજે બુધવારે સવારે ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું, રોજ સેન્સેક્સે પ્રથમ વખત 80,000ના ઐતિહાસિક આંકડાને પાર કર્યો. પ્રી-ઓપનિંગ સેશનમાં નિફ્ટી પણ 24,300ની નજીક પહોંચી ગયો હતો.
સવારે 9:15 વાગ્યા સુધીમાં NSE નિફ્ટી-50 0.7% વધીને 24,291.75 પોઈન્ટ પર પહોંચ્યો હતો. તે જ સમયે, BSE સેન્સેક્સ પણ 0.72% વધીને 80,013.77 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. શેરબજારમાં આ ઉછાળો મજબૂત વૈશ્વિક ટ્રેન્ડ અને બેન્ક શેરમાં ખરીદીને કારણે આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા બજાર અંગેના અંદાજ સાચા સાબિત થઇ રહ્યા છે.
એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ અને નેસ્લે બીએસઈ લિસ્ટેડ શેરોમાં ટોપ ગેનર્સમાં હતા, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, સન ફાર્મા, ઈન્ફોસીસ અને ટાટા મોટર્સના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
| Also Read: સુરક્ષા દળોની સૂઝબૂઝથી બચ્યા 40 Amarnath યાત્રીઓના જીવ, વિડીયો વાયરલ
BSE સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 750 પોઈન્ટથી વધુ ઉછળીને 80 હજારના આંકને પાર કરી ગયો હતો અને 80,200 પોઈન્ટની નજીક પહોંચ્યો હતો. નિફ્ટી લગભગ 170 પોઈન્ટના વધારા સાથે 24,300 પોઈન્ટની નજીક પહોંચી ગયો હતો. બજાર ખૂલતા પહેલા, ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર લગભગ 140 પોઈન્ટના વધારા સાથે 24,340 પોઈન્ટની નજીક હતો. બજાર આજે નવા રેકોર્ડ બનાવી શકે છે.
| Also Read: Hathrasના સત્સંગ કાર્યક્રમમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો, 78 આયોજકોના ફોન બંધ
બજારના નિષ્ણાતોના મત મુજબ આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે. તેનું કારણ વિદેશી રોકાણકારો દ્વારા બજારમાં ખરીદી અને ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા છે. અર્થતંત્ર માટે આ એક સારો સંકેત છે