‘Gudi Padwa’ના ગુડ ન્યુઝ, Sensex 75,100ને પાર, Nifty22,750ને પાર
મુંબઇઃ યુએસ માર્કેટમાં નબળા વલણ છતાં આઈટી અને ઓટો સેક્ટરમાં ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. BSE સેન્સેક્સ 75,100ને પાર થઇ ગયો છે અને નિફ્ટી22,750ને પાર થઇ ગયો છે.
આજે સ્થાનિક બજારમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.22 લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.22 લાખ કરોડનો વધારો થયો છે.
સેન્સેક્સમાં 30 શેર લિસ્ટેડ છે જેમાંથી 26 ગ્રીન ઝોનમાં છે સૌથી વધુ ઉછાળો ટાટા મોટર ઈન્ફોસીસ અને એરટેલ માં આવ્યો છે બીજી તરફ કોટક બેંક વિપ્રો અને રિલાયન્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
કેટલાક વિશ્લેષકોએ નોંધ્યું છે કે દલાલ સ્ટ્રીટ પર ગઈકાલના શાનદાર પ્રદર્શનને પગલે બજારોએ ચૂંટણી પહેલાની તેજીમાં પ્રવેશ કર્યો છે. BSE-લિસ્ટેડ તમામ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 400 લાખ કરોડને પાર કરી ગયું છે. આ તેજી વ્યાપક માન્યતાને આભારી છે કે ભાજપની આગેવાની હેઠળની NDA સરકાર સત્તામાં પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા ભાગના ભારતીયોમાં લોકપ્રિય છે. બજારની તેજીમાં ફાળો આપતા અન્ય પરિબળોમાં અનુકૂળ યુએસ આર્થિક ડેટા અને ક્રૂડ ઓઈલના ભાવમાં સરળતાનો સમાવેશ થાય છે.