Stock Market Crash Sensex Nifty Decline

Stock Market : વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેકસ -નિફ્ટીમાં ઘટાડો…

મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)વર્ષના અંતિમ દિવસે મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 404.34 પોઈન્ટ ઘટીને 77,843.80 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 89.60 પોઈન્ટના ઘટાડા સાથે 23,554.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ ધટાડો જોવા મળ્યો હતો. આઈટી, ફાર્મા, ઓટો સહિત તમામ મુખ્ય સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે ભારતીય બજારમાં મોટા ઘટાડાનું કારણ અમેરિકન બજારમાં મોટો ઘટાડો છે. સોમવારે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે.

એશિયન બજારોમાં નીચા વેપાર થયા

વોલ સ્ટ્રીટ પર રાતોરાત નુકસાનને પગલે મંગળવારે એશિયન બજારોમાં નીચા વેપાર થયા હતા. જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારો નવા વર્ષની પૂર્વ સંધ્યાની રજા માટે બંધ છે. ઓસ્ટ્રેલિયન શેર લગભગ 0.7 ટકા ઘટ્યા હતા, જ્યારે હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે નીચી શરૂઆતનો સંકેત આપ્યો હતો.

આ પણ વાંચો : સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું, પ્રોમટર્સ પર લાદ્યા પ્રતિબંધ…

વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી

આ ઉપરાંત ભારતીય બજારમાં ઘટાડાનું બીજું મહત્ત્વનું કારણ વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં નિકાળી રહ્યાં છે. જેના કારણે ભારતીય બજાર સતત રેકોર્ડ ઊંચાઈથી નીચે જઈ રહ્યું છે.

રૂપિયો ગગડતા શેરબજાર પર અસર

ભારતીય બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ ડૉલરનું સતત મજબૂત થવું છે. ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. રૂપિયો પ્રતિ ડોલર 85ની ઐતિહાસિક નીચી સપાટીએ ગબડી ગયો છે.નબળો રૂપિયો વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ કરવાથી નિરાશ કરે છે. આ તેમના નફામાં ઘટાડો કરે છે.

સંબંધિત લેખો

Back to top button