
મુંબઈ: આજે બુધવારે શેરબજાર(Sharemarket)માં ફરી એક વાત કડાકા સાથે ખુલ્યું હતું. સવારે બજાર ખુલ્યાના થોડા સમયમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર વાળો સેન્સેક્સ 550 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનું ગાબડું પડ્યું પડ્યું હતું. Sensex-Niftyમાં આ ઘટાડાને કારણે શેરબજારના રોકાણકારોના રૂ. 1.3 લાખ કરોડ રૂપિયા થોડી જ મિનિટોમાં ધોવાઈ ગયા. PNB હાઉસિંગ ના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજારે આજે બુધવારે સવારે લાલ નિશાન સાથે ટ્રેડીંગની શરૂઆત કરી હતી. BSE સેન્સેક્સ 0.43 એટલેકે 323.98 પોઈન્ટ ટકાના ઘટાડા સાથે 74,846.47 ના સ્તર પર ખુલ્યો અને ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં તે 74,529.56 ના સ્તરે સરકી ગયો. સવારે 11.35 વાગ્યે, સેન્સેક્સ 590.63 પોઈન્ટના ઘટાડા સાથે 74,580 ના સ્તર પર આવી ગયો.
સેન્સેક્સની સાથે સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જના Nifty Indexમાં પણ બજાર ખુલતાની સાથે ગાબડું પડ્યું હતું. જ્યારે બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 0.48 ટકા એટલે કે 109.10 પોઈન્ટ ઘટીને 22,779.10 ના સ્તરે આવી ગઈ હતી. 11.35 વાગ્યે નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યો હતો.
શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆતમાં 974 શેરની કિંમતમાં વધારો નોંધાયો હતો, જ્યારે 1387 શેર એવા હતા જે ઘટાડા સાથે ખુલ્યા હતા. 97 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. PNB હાઉસિંગ ફાઇનાન્સ શેરમાં 7 ટકા ઉપરાંત હિન્દવેર શેર 7 ટકા, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ શેર 6 ટકા, IRCTC શેર 4.28 ટકા અને ICICI બેન્કનો શેર 2.11 ટકા ઘટ્યો.
આ ઘટાડા વચ્ચે BPCL, M&M, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, NTPC અને Tata કન્ઝ્યુમર્સના શેર પણ તૂટ્યા. તેનાથી વિપરિત, Paytm શેર 5%, પાવરગ્રીડ શેર 1.15%, સનફાર્મા શેર 1.10% ના વધારા સાથે ટ્રેડ થયો હતો.