Stock Market :શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનું ગાબડું, જાણો કારણ

મુંબઈ: દેશમાં નાણાકીય વર્ષના પ્રથમ દિવસ 1 એપ્રિલના રોજ શેરબજારના(Stock Market)રોકાણકારો માટે નિરાશાજનક રહ્યો છે. જેમાં યુએસ ટેરિફના દબાણ વચ્ચે શેરબજારમાં કડાકો બોલાયો છે. આજે શેરબજારની શરૂઆત સેન્સેક્સમાં 532ના ઘટાડા સાથે થઇ હતી. જે બપોરના 12 વાગ્યા સુધીના વધુ ઘટીને 1200 પોઈન્ટ થયો હતો.તેમજ નિફ્ટીમાં પણ 283 પોઈન્ટનો કડાકો નોંધાયો છે.
શેરબજારના ઘટાડા પાછળ અનેક કારણો માનવામાં આવી રહ્યા છે. જેમાં યુએસ ટેરિફનું દબાણ, આરબીઆઇની
નાણાકીય નીતિ સમિતિની બેઠક અને ચોથા ક્વાર્ટરના પરિણામ અંગે સાવચેતી પણ કારણભૂત માનવામાં આવી રહ્યા છે.
યુએસ ટેરિફ પ્લાન અંગે અનિશ્ચિતતા
2 એપ્રિલથી ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવનાર ટેરિફ અંગે રોકાણકારોમાં ઘણી ચિંતા છે. મીડિયાઅહેવાલ મુજબ, ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે બપોરે 3 વાગ્યે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ રોઝ ગાર્ડનમાં એક કાર્યક્રમ દરમિયાન રેસીપ્રોકલ ટેરિફ પ્લાનની જાહેરાત કરશે. જેના પગલે બજારના અનિશ્ચચતા વધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 એપ્રિલને મુક્તિ દિવસ ગણાવ્યો અને સંકેત આપ્યો છે કે ટેરિફ યોજના નક્કી થઈ ગઈ છે અને તેમાં બધા દેશોનો સમાવેશ થાય છે. જોકે, નિષ્ણાતો કહે છે કે ટેરિફના ભયથી બજારમાં ચોક્કસપણે વધઘટ થશે.
આ પણ વાંચો: શેરબજારમાં મંદી: ગુજરાતમાં નવા રોકાણકારોમાં થયો અધધ ઘટાડો…
આરબીઆઈ નાણાકીય નીતિ સમિતિની બેઠક
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ 7 થી 9 એપ્રિલ દરમિયાન મળવા જઈ રહી છે. આમાં, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે નીતિગત નિર્ણયો અને વ્યાજ દરો નક્કી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આરબીઆઈ 9 એપ્રિલે 25 બેસિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો:ઘટાડા સાથે ખુલ્યા બાદ શેરબજાર તેજીના પાટા પર, આ સેક્ટોરલ ઇન્ડેક્સમાં મોટો વધારો…
ચોથા ક્વાર્ટરના પરિણામ અંગે સાવચેતીઓ
બજાર માટે હવે ભારતીય કંપનીઓના ચોથા ક્વાર્ટરના કમાણીના પરિણામો મહત્વપૂર્ણ છે. છેલ્લા ત્રણ નિરાશાજનક ક્વાર્ટર પછી, એવું માનવામાં આવે છે કે ચોથા ક્વાર્ટરના પરિણામોમાં થોડો સુધારો જોવા મળશે. જો ચોથા ક્વાર્ટરમાં પરિણામો અપેક્ષાઓ મુજબ નહીં આવે, તો માર્ચમાં થયેલો સુધારો પાટા પરથી ઉતરી શકે છે. નિષ્ણાતો માને છે કે નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા અને બીજા ક્વાર્ટરમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે.