શેરબજાર કેમ ફરી ગબડ્યું? જાણો કયા દિગ્ગજ શેરોએ માર્યો ફટકો?

નીલેશ વાઘેલા
મુંબઈ: શેરબજાર ત્રણ દિવસની આગેકૂચ બાદ શુક્રવારે ફરી નેગેટિવ જોનમાં વધુ ને વધુ ગબડવા માંડ્યું છે. આ લખાઈ રહયું છે ત્યારે સેન્સેક્સ 750 પોઈન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો અને નિફ્ટી 23,150 થી નીચે સરક્યો હતો.ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી 50 શુક્રવારે નીચા મથાળે ખૂલ્યા હતા, ઇન્ડેક્સ હેવીવેઇટ્સ ઇન્ફોસિસ અને એક્સિસ બેન્કના ત્રીજા ક્વાર્ટરના પરિણામોને તેમના શેરોમાં આવેલા કડકને કારણે બંને બેન્ચમાર્કને ફટકો પડ્યો હતો.
આઈટી ફર્મ ઇન્ફોસિસના શેરમાં પ્રારંભિક કામકાજમાં જ પાંચ ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. કંપનીએ તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 11 ટકાનો વધારો નોંધાવ્યા હોવા છતાં સેન્સેક્સમાં તે ટોચની અંડરપર્ફોર્મર બની હતી. કંપનીએ તેની આવકનું અનુમાન પણ વધાર્યું હતું અને તેના યુ.એસ. ક્લાયન્ટ્સ તરફથી વિવેકાધીન ખર્ચમાં વધારો થવાના પ્રારંભિક સંકેતોને પ્રકાશિત કર્યા હતા.
લોનની ધીમી વૃદ્ધિ અને બેડ લોન માટેની ઉચ્ચ જોગવાઈઓને ટાંકીને ખાનગી ધિરાણકર્તા એક્સિસ બેંકે બજારની અપેક્ષા કરતાં નબળા પરિણામ જાહેર કર્યા હોવાથી તેના શેરમાં પણ પ્રારંભિક સત્રમાં ચાર ટકાથી મોટો કડાકો નોંધાયો હતો. આમ બે દિગ્ગજ શેરોના મસંપટ કડાકાએ બેન્ચમાર્કને નીચે ઢકેલ્યો હતો.
જોકે અપેક્ષાથી સારા પરિણામને પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ચાર ટકાથી વધુ તેજી જોવા મળી હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 4.4 ટકા વધીને શુક્રવારે બીએસઈ પર ₹.1,325.10ની ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો, કંપની દ્વારા ત્રીજા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં ₹.18,540 કરોડની વૃદ્ધિની જાહેર કરવામાં આવી છે.
ઇન્ફોસિસએ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાણ કર્યા પછી, તેના શેર લગભગ પાંચ ટકા ઘટીને ₹.1,832ની દૈનિક નીચી સપાટીએ પહોંચી ગયા હતા. કંપનીએ ₹.6,806 કરોડના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ નોંધાવવા છતાં,પરિણામો રોકાણકારોને ઉત્તેજિત કરવામાં નિષ્ફળ ગયા. કંપનીની કામગીરીમાંથી આવક આઠ ટકા વધીને ₹.41,764 કરોડ થઈ છે.
એક્સિસ બેંકનો શેર આજે બીએસઈ પર 4 31 ટકા ઘટીને ₹.995.10ની દૈનિક નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે કંપનીએ 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 3.8 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી,જે ગયા વર્ષે સમાન સમયગાળાની ₹.6,071 કરોડની સરખામણીએ ₹6,304 કરોડ સુધી પહોંચી હતી.
વારી રિન્યુએબલ ટેક્નોલોજીસના શેરમાં સાત ટકાનો કડાકો નોંધાયો છે.
આ પણ વાંચો…Rahul Gandhi મોડી રાતે દિલ્હી એઈમ્સ પહોંચ્યા; કેન્દ્ર સરકાર અને કેજરીવાલ પર કર્યાં પ્રહાર
કંપનીએ ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા ત્રીજા ક્વાર્ટરમાં ટેક્સ પછીના તેના નફા (કરવેરા પછીનો ચોખ્ખો નફો)માં વાર્ષિક ધોરણે 16.7 ટકા ઘટાડો (₹53.50 કરોડ) નોંધાવ્યા બાદ વારી રિન્યુએબલ ટેક્નોલોજીસનો શેર બીએસઈ પર સાત ટકા ઘટીને ₹.1,001.05ની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. સત કરતાર શોપિંગ શેર્સે શુક્રવારે એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર નેવું ટકા પ્રીમિયમ સાથે પ્રવેશ કર્યો છે. આઈપીઓની કિંમત ₹81ની સરખામણીએ શેર ₹.153.9 પર ખૂલ્યો હતો.