શેર બજાર

Sovereign Gold Bond એ રોકાણકારોને કર્યા માલામાલ, મળ્યું આટલા ટકા વળતર

મુંબઇ: સોવેરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)યોજનાના રોકાણકારોને મોટો ફાયદો થયો છે. જેમા આ બોન્ડના રોકાનકારોને 300 ટકાનું રિર્ટન મળ્યું છે. જેમા નાણાકીય વર્ષ 2016-17 માટે 17 માર્ચ 2017 ના રોજ જાહેર કરાયેલા સોવરિન ગોલ્ડ બોન્ડ્સની શ્રેણી IV માં રોકાણકારોને રોકાણ પર લગભગ ત્રણ ગણું વળતર મળશે. ભારતીય રિઝર્વ બેંકે આ શ્રેણીની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાની અંતિમ રિડેમ્પશન કિંમત જાહેર કરી છે. જે મુજબ જે રોકાણકારોએ 2943 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે બોન્ડ ખરીદ્યો હતો તેમના માટે બોન્ડની કિંમત 8624 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઓલ્ડ ઇઝ ગોલ્ડ, વર્ષો સુધી સંભાળી રાખેલા શેરે બદલી નાંખી કિસ્મત…

વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે વ્યાજ

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2016-17 માં 17 માર્ચ, 2017 ના રોજ સિરીઝ IV બોન્ડ (SGB 2016-17 સિરીઝ IV – ઇશ્યૂ તારીખ 17 માર્ચ, 2017) જાહેર કર્યા હતા. આ બોન્ડ્સના આઠ વર્ષ પૂર્ણ થયા પછી અંતિમ પરિપક્વતાની મંજૂરી આપવામાં આવી હતી. રોકાણકારોને આ બોન્ડ્સમાં રોકાણ પર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે વ્યાજ પણ મળી રહ્યું છે. જે દર અડધા વર્ષે ચૂકવવામાં આવે છે.

રોકાણકારોને 293 ટકાનું બમ્પર વળતર મળશે

આરબીઆઈએ આ શ્રેણીના સોવરિન ગોલ્ડ બોન્ડની રિડેમ્પશન કિંમત 8624 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. જ્યારે રોકાણકારોએ માર્ચ 2017 માં આ ગોલ્ડ બોન્ડમાં 2943 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે રોકાણ કર્યું હતું. સોવરિન ગોલ્ડ બોન્ડની આ શ્રેણીમાં રોકાણકારોને 293 ટકાનું બમ્પર વળતર મળશે. તેનો અર્થ એ કે આ સમયગાળામાં તેમનું રોકાણ ત્રણ ગણું વધી ગયું છે. આ ઉપરાંત રોકાણકારોને વાર્ષિક 2.50 ટકા વ્યાજ પણ મળી રહ્યું છે.

સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના બંધ કરી

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલ 999 શુદ્ધતા સોનાના બંધ ભાવ પર આધારિત ત્રણ દિવસના સરેરાશ ભાવ મુજબ સોવરેન ગોલ્ડ બોન્ડની રિડેમ્પશન કિંમત નક્કી કરવામાં આવી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાની પરિપક્વતા કિંમત 10 માર્ચ 2025 થી 13 માર્ચ, 2025 સુધીના સરેરાશ ભાવના આધારે નક્કી કરવામાં આવી છે.જોકે, હવે સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના બંધ કરી છે. સરકારે જણાવ્યું કે આ યોજનાના લીધે નુકસાન થતું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button