ટોપ ન્યૂઝશેર બજાર

વૈશ્વિક સકારાત્મક વલણો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજીના સંકેત

મુંબઇ: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સકારાત્મક વૈશ્વિક વલણો વચ્ચે તેજી જોવા મળી શકે છે જેમાં શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે પણ બજારમાં તેજી જોવા મળી હતી જે આજે પણ ચાલુ રહે તેવી શકયતા છે. વૈશ્વિક વલણો જોઇએ તો યુએસ બજારો ગત સપ્તાહના અંતે 1 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે હાલ એશિયન બજારો શરૂઆતમાં વધારા સાથે ટ્રેડ થઇ રહ્યા છે. તેમજ ગિફ્ટ નિફ્ટી 50 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો છે.

એશિયન અને અમેરિકન બજારોમાં તેજી

જેમાં ગત અઠવાડિયે છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવારે યુએસ બજારોમાં ઝડપી વધારો જોવા મળ્યો. ડાઉ જોન્સથી લઈને નાસ્ડેક સુધી, બધા 1 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા. જ્યારે ડાઉ જોન્સ 443.13 પોઈન્ટ અથવા 1.05 ટકા ના વધારા સાથે 42,762.87 પર બંધ થયા, ત્યારે નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 231.50 પોઈન્ટ અથવા 1.20 ટકાના વધારા સાથે 19,529.95 પર બંધ થયો. આ ઉપરાંત, જો આપણે S&P500 ની વાત કરીએ તો આ ઇન્ડેક્સ પણ 61.06 પોઈન્ટ ના ઉછાળા સાથે 6000.36 પર બંધ થયો. યુએસ શેરબજારોમાં થયેલા વધારાનો પ્રભાવ સોમવારે એશિયન બજારોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગિફ્ટ નિફ્ટીથી લઈને જાપાનના નિક્કી સુધી વધારો

એશિયન બજારો પર નજર કરીએ તો સોમવારે મોટાભાગના એશિયન શેરબજારોમાં ટ્રેડિંગમાં વધારો જોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટી શરૂઆતના વેપારમાં 50 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો, તો જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 378.67 પોઈન્ટ વધારા સાથે 38,120.28 પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ 288.51 પોઈન્ટના વધારા સાથે 24,081.06 પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી 54.27 પોઈન્ટ ના ઉછાળા સાથે 2864.89 પર ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સ-નિફ્ટી તેજી જોવા મળશે

ભારતીય શેરબજાર માટે સકારાત્મક સંકેતો છે અને સેન્સેક્સ-નિફ્ટીમાં ગયા શુક્રવારનો મજબૂત ઉછાળો ચાલુ રહી શકે છે. ગત અઠવાડિયે સેન્સેક્સ 746.95 પોઈન્ટના ઉછાળા સાથે 82,188.99 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 252.15 પોઈન્ટ વધીને 25,003.05 પર બંધ થયો હતો.

માર્કેટ કેપમાં વધારો

ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી નવ કંપનીઓના માર્કેટ કેપમાં સંયુક્ત રીતે 1,00,850.96 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આમાં સૌથી વધુ કમાણી કરનારા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકના રોકાણકારો હતા.

આ પણ વાંચો….આરબીઆઇના રેપો રેટની જાહેરાત પૂર્વે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં ઘટાડો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button