શેર બજાર

વેલ્યુ બાઇંગ: બૅન્ક શૅરોની બાઇંગને આધારે ત્રણ દિવસના ઘટાડા પછી સેન્સેક્સ, નિફ્ટીમાં બાઉન્સ બેક જોવા મળ્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્વબજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ખાસ કરીને બેન્ક શેરોમાં વેલ્યુ બાઇંગને કારણે ત્રણ દિવસના ઘટાડા પછી સેન્સેક્સ, નિફ્ટીમાં બાઉન્સ બેક જોવા મળ્યું હતું. સેન્સેક્સ 218.14 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 81,224.75ના સ્તરે સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે 384.54 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 81,391.15 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 104.20 પોઈન્ટ અથવા 0.42 ટકા વધીને 24,854.05ની સપાટીએ બંધ થયો હતો.

સત્રનો પ્રારંભ નરમ ટોન સાથે જ થયો હતો પરંતુ તાજેતરના કડાકામાં નીચે ગયેલા શેરોમાં વેલ્યુબાઇંગ શરૂ થતાં બેન્ચમાર્કમાં સુધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની બદોલત બેન્ચમાર્ક નીચી સપાટી સામે અંદાજે 700 પોઇન્ટ ઊંચે પાછો ફર્યો હતો.

કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 19.29 ટકા વધીને રૂ. 7,401.26 કરોડ થયા બાદ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી એક્સિસ બેન્કે લગભગ 6 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એનટીપસી, જેએસડબલ્યુ સ્ટીલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને અદાણી પોર્ટ્સ ટોપ ગેઇનર રહ્યાં હતાં, જ્યારે એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, હિન્દુસ્તાન યુનિલિવર અને આઈટીસી ટોપ લુઝર્સ રહ્યાં હતાં.

ઝીલનો બીજા ક્વાર્ટરના ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ રૂ. 130 કરોડ સામે 61 ટકા વધીને રૂ. 209 કરોડ નોંધાયો હતો. મૂડીબજારમાં ગોદાવરી બાયોરીફાઈનરીઝનો રૂ. 554.75 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ 23મીએ પ્રવેશી રહ્યો છે, જેમાં ફ્રેશ ઇશ્યુ રૂ. 325.00 કરોડનો અને ઓએફએસ રૂ. 229.75 કરોડની છે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 334થી રૂ.352 છે અને ભરણું 30મીએ બંધ થશે. શેરની ફાળવણી 28મીએ અને લિસ્ટિંગ બંને એક્સચેન્જ પર 30મીએ થવાની ધારણા છે.

રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર ઈન્ટિગ્રમ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે મૂડીબજારમાં પ્રવેશવા માટે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી જરૂરિયાત ઉપરાંત પેટાકંપની ઇન્ટીગ્રમ ગ્રીન એસેટ્સમાં રોકાણ, ઊર્જા સપ્લાય માટે સોલાર પ્લાન્ટની સ્થાપના માટે ધિરાણ આપવાનો છે.

કંપની એક્વિઝિશનની યોજના પણ ધરાવે છે. શ્રીરામ ફાઇનાન્સ સ્ટોક સ્પ્લીટ માટે 25મી ઓકટોબરે વિચારણાં કરશે
હાઇ ક્વોલિટી પ્લાસ્ટીક ઓટો પાર્ટસની ડીઝાઇન, મેન્યુફેકચરર અને સપ્લાયર પ્રીમિયમ પ્લાસ્ટ લિમિટેડ 53.46 લાખ ઇક્વિટી શેરના પ્રાથમિક જાહેર ભરણાં સાથે 21 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશશે અને ભરણું 23મીએ બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 46થી રૂ. 49 છે. નાણાં ભંડોળનો ઉપયોગ પીથમપુર મેન્યુફેક્ચિરંગ પ્લાન્ટના વિસ્તરણ, મશીનરીની ખરીદી, ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટ પર રૂફટોપ સ્થાપિત કરવા સહિતના કાર્યો માટે થશે. બિટકોઇનનો ભાવ 67,800 ડોલરની ઉપર ગયો હતો અને ડોજેકોઇનમાં 10 ટકાનો સુધારા હતો.

દેશભરમાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે સંકલિત ઇજનેરી અને બાંધકામ સર્વિસ પ્રોવાઇડર દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ઈન્ડિયા લિમિટેડ સોમવારે ભરણું લાવી રહી છે જે 23મીએ બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 192થી રૂ. 203 પ્રતિ શેર નક્કી થઇ છે અને ભંડોળનો ઉપયોગ ડેટની સંપૂર્ણ અથવા આંશિક પુન:ચુકવણી, પૂર્વચુકવણી અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે કરવામાં આવશે.

એન્કર બિડિંગ 18 ઓક્ટોબરે ખુલશે. મૂડીઝે બજાજ ફાઇનાન્સને પહેલી વાર બી ડબલ એ થ્રી રેટિંગ આપ્યું છે.
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કે મહારાષ્ટ્રમાં શાખા વિસ્તરણ હેઠળ કલ્યાણમાં નવું બેન્ક આઉટલેટ શરૂ કર્યું છે અને આ સાથે મહારાષ્ટ્રમાં બેન્કની કુલ શાખાની સંખ્યા 78 તથા દેશભરમાં 969 સુધી પહોંચી છે. ટર્મ ઇન્સ્યોરન્સને મામલે દેશમાં મહારાષ્ટ્ર પાછલા વર્ષની તુલનો 36 ટકાના વૃદ્ધિ સાથે ટોચ પર રહ્યું હોવાનું અગ્રણી ઓનલાઇન ઇન્સ્યુરન્સ પ્લેટફોર્મ પોલીસીબાઝારના અભ્યાસમાં જાણવા મળ્યું છે. રીપોર્ટ અનુસાર ક્નઝ્યુમર ટ્રાફિકમાં 23 ટકાનો વધારો અને સેલ્ફ એમ્પ્લોઇડ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 50 ટકાનો ગ્રોથ નોંધાયો છે.

આરબીઆઇએ નિયંત્રણો લાદ્યા બાદ મણ્ણપૂરમ ફાઇનાન્સ 15 ટકાની નીચલી સપાટીને અથડાયો હતો. બજારની અપેક્ષાથી સારાં પરિણામ અને બોનસ શેરની જાહેરાતે વિપ્રોમાં પાંચ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે બીજા ક્વાર્ટરના નબળા પરિણામ અને નબળા ગાઇડન્સને કારણે ઇન્ફોસિસના શેરમાં બે ટકા સુધીનું ગાબડું હતું. સારા પરિણામોએ એક્સિસ બેન્કના શેરમાં સુધારો હતો.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 7,421.40 કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી જોકે, ડીઆઇઆઇએ રૂ. 4,979.83 કરોડની ઇક્વિટી ખરીદી હતી. એશિયન બજારોમાં, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ તીવ્ર ઉંચા સ્થાયી થયા હતા જ્યારે સિઓલ નીચા અંતમાં હતા. યુરોપિયન બજારો સકારાત્મક ક્ષેત્રમાં ટે્રડ થઈ રહ્યા હતા. યુએસ બજારો ગુરુવારે મોટાભાગે ઊંચા સ્તરે બંધ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker