મુંબઇ : શેરબજારમાં(Stock Market) રોકાણકારોને સતત ડિવિડન્ડ સંબંધિત સારા સમાચાર મળી રહ્યા છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ તેમના શેરધારકોને ડિવિડન્ડની ભેટ આપી રહી છે. જેમાં એક એવી કંપની છે જે તેના શેરધારકોને 5-10 રૂપિયા નહીં પણ પૂરા 50 રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. સધર્ન ગેસ(Southern Gas) તેના શેરધારકોને દરેક શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. સધર્ન ગેસ લિમિટેડ વર્ષ 1984માં સ્થાપિત એક સ્મોલ કેપ કંપની છે.
22.68 રૂપિયાના દરેક શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ મળશે
આ કંપનીના શેરની કિંમત માત્ર રૂપિયા 22.68 છે અને કંપની તેના રૂપિયા 22.68ના દરેક શેર પર રૂપિયા 50નું ડિવિડન્ડ આપશે. કંપનીએ 2 સપ્ટેમ્બરના એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું હતું કે સધર્ન ગેસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023 માટે શેરધારકોને રૂપિયા 100ની ફેસ વેલ્યુ સાથે દરેક શેર પર 50 ટકાના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે.
રેકોર્ડ તારીખ 17 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે
સધર્ન ગેસે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીએ ડિવિડન્ડની ચુકવણી માટે મંગળવાર 17 સપ્ટેમ્બરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. તેનો અર્થ એ છે કે કંપનીના શેર 17 સપ્ટેમ્બર, મંગળવારના રોજ જ એક્સ-ડિવિડન્ડનો વેપાર કરશે. આ પૂર્વે પણ કંપની પોતાના શેરધારકોને જંગી ડિવિડન્ડ આપી ચૂકી છે. સધર્ન ગેસે અગાઉ સપ્ટેમ્બર 2023માં રૂપિયા 50, સપ્ટેમ્બર 2022માં રૂપિયા 50, સપ્ટેમ્બર 2021માં રૂપિયા 50 અને સપ્ટેમ્બર 2020માં રૂપિયા 40નું ડિવિડન્ડ આપ્યું હતું.
શુક્રવારે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી
સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે શેરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું જોકે, આજે કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. સધર્ન ગેસનો શેર આજે રૂપિયા 1.08ના ઉછાળા સાથે રૂપિયા 22.68 પર બંધ રહ્યો હતો. કંપનીના શેરમાં ફેરફાર બાદ આ ભાવ તેની નવી 52 સપ્તાહની નીચી સપાટી પર પહોંચી ગયો છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 71.60 રૂપિયા છે.
[નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ.]