મુંબઈ: મધ્ય-પૂર્વમાં ઇઝરાયલના હમાસ પર તીવ્ર બની રહેલા આક્રમણને કારણે ડહોળાયેલા માનસ સાથે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં જોવા મળેલી નરમાઇ સાથે સ્થાનિક બજારમાં બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે એક ટકાથી વધુ ગબડ્યા હતા.
ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૯૦ ડોલરની ઉપર ક્વોટ થવાને કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. સતત ચોથા દિવસની પીછેહઠમાં બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૨૫.૭૪ પોઈન્ટ અથવા ૧.૨૬ ટકા ઘટીને ૬૪,૫૭૧.૮૮ પોઇન્ટ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૮૯૪.૯૪ પોઈન્ટ અથવા ૧.૩૬ ટકા ઘટીને ૬૪,૫૦૨.૬૮ પર આવી ગયો હતો.
એ જ રીતે, નિફ્ટી બેન્મચાર્ક ઇન્ડેક્સ ૨૬૦.૯૦ પોઈન્ટ અથવા ૧.૩૪ ટકા ઘટીને ૧૯,૨૮૧.૭૫ પોઇન્ટની સપાટી પર આવી ગયો હતો. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર આ જોખમી સ્તર છે. બુધવારથી અત્યાર સુધીના ચાર સત્રોમાં સેન્સેક્સ ૧,૯૨૫ પોઈન્ટ ઘટીને ૬૫,૦૦૦ની નીચે આવી ગયો હતો, જ્યારે નિફ્ટી લગભગ ૫૩૦ પોઈન્ટ ગબડ્યો છે.
સેન્સેક્સ કંપનીઓમાં, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એનટીપીસી, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેન્ક, પાવર ગ્રીડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટોપ લૂઝર બન્યા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સ ટોપ ગેઇનર રહ્યા હતા.
એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો અને શાંઘાઈ નીચામાં સ્થિર થયા હતા. યુરોપિયન બજારો કટ સાથે કારોબાર કરી રહ્યા હતા. શુક્રવારે અમેરિકન બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૪ ટકા વધીને ૯૨.૧૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો