સ્ટોક માર્કેટ: સેન્સેક્સનો પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારની શરૂઆત સારી થઈ હતી પરંતુ ઇન્ડેક્સ હેવિવેઇટ ટીસીએસના શેરની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધી જતાં પ્રારંભિક સુધારો ધોવાઇ ગયો હતો.
સેન્સેક્સ શેર્સમાં, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારુતિ, ટાટા સ્ટીલ અને એમએન્ડએમ પ્રારંભિક વેપારમાં આગળ વધ્યા હતા.
ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને વિપ્રો જેવા અન્ય આઈટી શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
રિલાયન્સ, એચયુએલ, એલએન્ડટી અને ભારતી એરટેલમાં નોંધાયેલી વેચવાલી પણ ઇન્ડેક્સને નીચે લાવવામાં કારણભૂત ઠરી છે. બુધવારે સેન્સેક્સ 393.69 પોઈન્ટ અથવા 0.6 ટકા વધીને 66,473.05 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 121.50 પોઈન્ટ અથવા 0.62 ટકા વધીને 19,811.35 પર સેટલ થયો હતો.
ઉપલબ્ધ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ચોખ્ખા વેચાણકર્તા તરીકે ચાલુ રહ્યા કારણ કે તેઓએ બુધવારે રૂ. 421.77 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જાપાન, ચીન અને હોંગકોંગ સહિતના એશિયન બજારો અમેરિકાના બજારોમાં રાતોરાત ઉછાળાને પગલે તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. હોંગકોંગમાં હેંગસેંગ 1.75 ટકા, જાપાનમાં નિક્કી 225 1.48 ટકા જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.93 ટકા વધ્યો હતો.