સેન્સેક્સ રેડ તો નિફ્ટી ગ્રીનમાં થયો બંધ
આજે રક્ષાબંધનના દિવસે શેરબજાર સારી શરૂઆત બાદ મિશ્ર વલણ સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 80424 પર અને NSE નિફ્ટી 31 પોઈન્ટના વધારા સાથે 24572 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં હિન્દાલ્કો 4 ટકા વધીને રૂ. 659.50 પર બંધ થયો હતો. શ્રીરામ ફાઇનાન્સ 3.47 ટકા વધીને રૂ. 3085 પર બંધ રહ્યો હતો. બીપીસીએલ અને ટાટા સ્ટીલ પણ 3 ટકાથી વધુ વધીને અનુક્રમે રૂ. 343.55 અને રૂ. 154.06ની સપાટીએ બંધ રહ્યા હતા. જ્યારે, L&TMindtree 2 ટકા વધીને રૂ. 5675 પર બંધ થયો હતો. બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટીના ટોપ લુઝર્સની યાદીમાં 2.59 ટકા ઘટ્યો હતો. બજાજ ઑટો, ઇન્ડસઇન્ડ બેંક અને એક્સિસ બેંકમાં એક ટકાથી વધુન ઘટાડો નોંધાયો હતો, જ્યારે એસબીઆઇ લાઇફ 0.96 ટકા ઘટ્યો હતો.
આ પણ વાંચો: અમેરિકાની મંદીનો ભય ટળતા સેન્સેક્સ જબ્બર ઉછાળા સાથે બે સપ્તાહની ઊંચી સપાટીએ, નિફ્ટી ૨૪,૫૦૦ની ઉપર
મજબૂત શરૂઆત બાદ આજે શેરબજારોમાં મંદી જોવા મળી હતી. સેન્સેક્સ 20 પોઈન્ટના ઘટાડા સાથે 80,417 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 8 પોઇન્ટના મામૂલી વધારા સાથે 24,549 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટીનું ઇન્ટ્રાડે લો લેવલ 24,541.60 છે.
સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ટ્રેડિંગની સારી શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ અને નિફ્ટી 50 24,600ની ઉપર ખૂલ્યો હતો. આજે સવારે 9.25 વાગ્યે 80,680.25 પર ખુલ્યા બાદ સેન્સેક્સ 163 પોઈન્ટના ઉછાળા સાથે 80,600 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, સવારે 24,636.35 પર ખુલ્યા પછી, નિફ્ટી 50 0.28 ટકાના વધારા સાથે 24,609.85 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો: હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 8%નો કડાકો, વેદાંતાના આ નિર્ણયને કારણે શેર તૂટ્યા
આજે શરૂઆતના કારોબારમાં એનટીપીસી, ટાઇટનના શેર એક ટકાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ ટાટા મોટર્સ, NTPC, HDFC બેન્કની શરૂઆત નિરાશાજનક રહી હતી. નિફ્ટી બેંક 50,657.80 પર ટ્રેડ કરી રહી હતી.
શુક્રવારે BSE સેન્સેક્સ 1,330.96 પોઈન્ટ અથવા 1.68 ટકા વધીને 80,436.84 પર બંધ થયો હતો. આ બે મહિનાથી વધુ સમયનો શ્રેષ્ઠ વન-ડે ગેઇન છે. NSE નિફ્ટી પણ 397.40 પોઈન્ટ અથવા 1.65 ટકા વધીને 24,541.15ની બે સપ્તાહની ટોચે બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 730.93 પોઈન્ટ અથવા 0.91 ટકા વધ્યો હતો જ્યારે NSE નિફ્ટી 173.65 પોઈન્ટ્સ અથવા 0.71 ટકા વધ્યો હતો.