
નીલેશ વાઘેલા
મુંબઇ: ટ્રમ્પે સત્તા હાથમાં લેતા જ પહેલા જ પ્રવચનમાં એવું ઉચ્ચારણ કર્યું કે શેરબજારમાં કડાકા બોલી ગયા. સેન્સેક્સમાં 900 પોઈન્ટથી મોટો કડાકો જોવાયો હતો, જ્યારે નિફ્ટી 23,150ની નીચે ખાબકી ગયો આ લખાઈ રહ્યું છે ત્યારે બંને બેન્ચમાર્કમાં થોડી રિકવરી જોવા મળી છે. આ તરફ ઇન્ડિયા વીઆઈએકસમાં પાંચ ટકાથી મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે બજારના સેન્ટિમેન્ટને દર્શાવે છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના થોડા સમય પછી પડોશી દેશો પર ટ્રેડ ટેરિફની જાહેરાતને પગલે બજારમાં ગભરાટ અને સાવચેતીનો માહોલ સર્જાયો હતો. રિલાયન્સ, કોટક બેન્ક અને ઝોમેટો જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં વેચવાલીના તીવ્ર દબાણ હેઠળ મંગળવારે ભારતના બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઝડપભેર નીચી સપાટીએ ખાબક્યા હતા. સેન્સેક્સ શેરોમાં, ઝોમેટોના શેરોમાં પ્રારંભિક વેપારમાં સૌથી વધુ ધોવાણ જોવા મળ્યું હતું, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 57% ઘટાડો નોંધાવ્યા પછી 9% ઘટ્યો હતો.
તેનાથી વિપરીત, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ટાટા મોટર્સ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા ઉછાળા સાથે ખુલ્યા હતા. જોકે એકંદરે બજારનો અંડર ટોન ધ્રુજરો થઈ ગયો છે. દરમિયાન, ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ વાર્ષિક ધોરણે 124%નો ઉછાળો નોંધાવ્યો હોવા છતાં, ડીક્સન ટેક્નોલોજીસનો શેર 21 જાન્યુઆરી, મંગળવારના રોજ બીએસઈ પર 8.5 ટકા ના કડાકા સાથે ₹16,060.95 ની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો.
Also read: Stock Market : શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેકસમાં 148 પોઇન્ટનો ઉછાળો
ગયા વર્ષના સમાન ગાળામાં ₹97 કરોડની સરખામણીમાં કંપનીએ ₹217 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો
સેક્ટોરલ મોરચે, ઓટો, એફએમસીજી, આઇટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ માટે નિફ્ટી સૂચકાંકો 0.4 ટકાથી એક ટકાની વચ્ચે વધ્યા હતા. દરમીયાન, શેરબજારમાં ગમે એટલી અફડાતફડી હોય, નવા આઈપીઓની વણજાર ચાલુ છે. આ સપ્તાહે સાત કંપની લિસ્ટીંગ મેળવશે, જ્યારે એક કંપનીના શેરનું દોઢ વર્ષ પછી ફરી લિસ્ટીંગ થયું છે. રોકાણકારો માટે આ સપ્તાહમાં પણ ચાર આઇપીઓ આવવાના છે. જેમાંથી એક આઇપીઓ મેઈનબોર્ડ સેગમેન્ટનો છે અને ત્રણ પ્રારંભિક જાહેર ભરણાં એસએમઈ સેગમેન્ટના છે.
આ ઉપરાંત સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ કંપનીઓમાં ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ ૨૨ જાન્યુઆરીએ ખુલશે, છે.SME સેગમેન્ટમાં કુલ 3 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યા છે. કેપિટલ નંબર્સ ઇન્ફોટેક ખુલી ગયો છે, તો રેક્સપ્રો એન્ટરપ્રાઇઝિસનો IPO 22 જાન્યુઆરીથી ખુલશે. જ્યારે જીબી લોજિસ્ટિક્સનો IPO 24 જાન્યુઆરીએ ખુલશે. તાજેતરમાં એક અહેવાલ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી બે વર્ષમાં દેશમાં 1000 થી વધુ IPO આવવાની શક્યતા છે.
બજારમાં આગામી સમયમાં અફડાતફડી ચાલુ રહી શકે છે, કારણ કે પ્રમુખ-ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ યુએસ નીતિ માળખા વિશે રોકાણકારોની ચિંતા અને સ્થાનિક કોર્પોરેટ કમાણીમાં સંભવિત મંદી સેન્ટિમેન્ટ પર ભાર મૂકે છે. આગળ જતાં ટ્રમ્પ બીજી કેવી જાહેરાતો કરે છે તેના પર બજારની નજર રહેશે.