
મુંબઈ: આ અઠવાડિયાના શરૂઆતથી ભારતીય શેર બજાર (Indian share market)માં નરમાશ વર્તાઈ રહી છે, એવામાં આજે શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે. આજે શેરબજારની ધીમી શરૂઆત થઈ હતી, પરંતુ થોડા સમય પછી બેન્ક નિફ્ટી મોટો ઘટાડો થયો હતો અને થોડી જ વારમાં બેન્ક નિફ્ટી 1100 પોઈન્ટ ગગડ્યો હતો. સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ ઘટીને 79,356.47 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 245 પોઈન્ટ ઘટીને 24,154.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.
| Also Read: Stock Market: શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે સારી શરૂઆત, સેન્સેક્સમાં 122.18 પોઇન્ટનો વધારો
NSE પર લીસ્ટ થયેલા કુલ 2,659 શેરોમાંથી, માત્ર 246 શેરમાં જ વધારો નોંધાયો છે, બાકીના 2,343 શેરમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે 70 શેરો યથાવત રહ્યા હતા. 18 શેરો 52 વિક હાઈ પર ટ્રેડ થઈ રહ્યા હતા, તો 193 શેરમાં 52 વિક લો પર પહોંચ્યા હતાં. 198 શેરમાં લોઅર સર્કિટ લાગી હતી અને 33 શેર અપર સર્કિટ લાગી હતી.
BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી માત્ર 11 શેરમાં જ મામુલી વધારો જોવા મળ્યો હતો, જેમાંથી ITCના શેરમાં સૌથી વધુ 3.68 ટકાનો વધારો નોંધાયો હતોઅન્ય તમામ શેરમાં 1 ટકાથી ઓછો વધારો થયો હતો. જ્યારે 19 શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેમાંથી સૌથી મોટો ઘટાડો INDUSIND બેન્કના શેરમાં થયો હતો, ઈન્ડસઈન્ડ બેંકનો શેર 18 ટકાના ઘટાડા સાથે રૂ.1048 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો હતો.
| Also Read: Gold Price Today : દિવાળી પૂર્વે સોનાના ભાવમાં ફરી વધારો,…
શેરબજારમાં ઘટાડાના કારણો:
શેરબજારમાં આજે ઘટાડાનું મુખ્ય કારણ કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો છે, ગઈકાલે ઈન્ડસઈન્ડ બેંકના નફામાં 40 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે આજે તેના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બીજું મોટું કારણ એ છે કે આ મહિના દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ત્રીજું કારણ, શેરબજાર દબાણ હેઠળ હોવાથી રિટેલ અને મોટા રોકાણકારો શેર વેચી રહ્યા છે, જેના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલએન્ડટી જેવા હેવીવેઈટ શેરો તૂટ્યા છે.