ફેડરલના પોઝિટીવ સંકેત વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર તેજી સાથે જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા મુખ્ય વ્યાજ દર યથાવત રાખ્યા હોવાની જાહેરાત અને આવતા વર્ષે રેટ કટના સંકેત અપાયા પછી આઇટી, ટેકનોલોજી અને રિયલ્ટી શેરોમાં તીવ્ર ખરીદીને કારણે ગુરૂવારે બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુની તેજી સાથે સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. વિદેશી રોકાણકારોની એકધારી લેવાલી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના સતત ઘટતા ભાવને કારણે પણ સ્થાનિક ઈક્વિટી બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો હોવાનું બજારના સાધનોએે જણાવ્યું હતું.
સતત બીજા સત્રમાં વધીને, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૯૨૯.૬૦ પોઈન્ટ અથવા ૧.૩૪ ટકા ઉછળીને ૭૦,૫૧૪.૨૦ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો, જે તેની સર્વકાલીન ઊંચી સપાટી છે. દિવસ દરમિયાન, તે ૧,૦૧૮.૨૯ પોઈન્ટ અથવા ૧.૪૬ ટકા વધીને ૭૦,૬૦૨.૮૯ ની તેની સર્વકાલીન ઇન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો.
કુલ ૨,૦૬૪ શેરો આગળ વધ્યા હતા, જ્યારે ૧,૭૦૨ ઘટ્યા હતા અને ૧૨૬ મૂળ સ્થાને પાછાં ફર્યા હતા. નિફ્ટી ૨૫૬.૩૫ પોઈન્ટ અથવા ૧.૨૩ ટકા વધીને ૨૧,૧૮૨.૭૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. સત્ર દરમિયાન, તે ૨૮૪.૫૫ પોઈન્ટ અથવા ૧.૩૫ ટકા વધીને ૨૧,૨૧૦.૯૦ પર પહોંચ્યો હતો, જે તેની રેકોર્ડ ઈન્ટ્રા-ડે ટોચ છે.
સેન્સેક્સ કંપનીઓમાં, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મુખ્ય ગેઇનર્સ રહ્યાં હતા. બીજી તરફ પાવર ગ્રીડ, નેસ્લે, જેએસડબલ્યુ સ્ટીલ, મારુતિ, ટાઇટન અને ટાટા મોટર્સનો સુઝર્સમાં સમાવેશ હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપમાં ૧.૦૬ ટકા અને સ્મોલકેપમાં ૦.૬૨ ટકાનો ઉછાળો આવ્યો હતો.
મૂડીબજારમાં ધમધમાટ ચાલુ રહ્યો છે. આઝાદ એન્જિનિયરિંગને રૂ. ૭૪૦ કરોડના આઇપીઓ માટે સેબીની મંજૂરી મળી છે. મુફ્તી બ્રાન્ડ નેમ સાથે જીન્સ બનાવનાર ક્રેડો બ્રાન્ડસ ૧૯મી ડિસેમ્બરે રૂ. ૫૫૦ કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેસી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૬૬-૨૮૦ નક્કી થઇ છે. આ સંપૂર્ણ ઓએફએસ ભરણું ૨૧મીએ બંધ થશે. મિનિમમ બિડ લોટ ૫૩ શેરનો છે અને શેર બીએસઇ, એનએસઇ પર લિસ્ટેડ થશે.
ઓટો કોમ્પોનન્ટ મેકર હેપ્પી ફોર્જિંગ્સનું ભરણું ૧૯થી ૨૧ ડિસેમ્બર દરમિયાન સબ્સ્ક્રીશન માટે ઓપન રહેશે, પ્રાઇસ બેન્ડ રૂ. ૮૦૮થી રૂ. ૮૫૦ની છે. ભરણાનું કદ રૂ. ૧૦૦૮ કરોડનું છે. મિનિમમ બિડ લોટ ૧૭ શેરનો છે. બીએસઇ, એનએસઇ પર લિસ્ટેડ થશે. સાઉથ સીઝ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રુવરીઝે માર્કેટિંગ સ્ટ્રેટેજી અને પ્રોડક્ટ એક્સપાન્શનના ભાગરૂપે ક્રેઝી કોક નામે પોતાની પ્રથમ રિટેલ બ્રાન્ડ બજારમાં મૂકી છે. આ એલ્કોબેવ લીગસી કંપનીએ પરંપરાગત રૂસ્ટર નવા યુગના પ્રતિક તરીકે એક આધુનિક બ્રાન્ડનેમ પસંદ કર્યું છે, જેની ભારતની બજારો ઉપરાંત નિકાસ પણ કરવામાં આવશે.
ફેડરલ રિઝર્વની ડોવિશ કોમેન્ટરી અને ૨૦૨૪માં ઓછામાં ઓછા ત્રણ રેટ કટનો સંકેત સાથે યુએસ બોન્ડ યીલ્ડમાં નોંધાયેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોના વિશ્ર્વાસમાં સુધારો થયો હતો અને બજાર તાજી નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જિયોજીતના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ભારતના જીડીપી અનુમાનમાં સુધારો, વૈશ્ર્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ફુગાવાને લક્ષ્યાંકિત સ્તર સુધી ઘટાડવાના આરબીઆઈના નિર્ણયને કારણે રિયલ્ટી અને આઈટીના આઉટપરફોર્મન્સ સાથે વ્યાપક સ્તરે તેજી જોવા મળી હતી.
શેરઆંકોમાં રિયલ્ટી ૩.૮૦ ટકા, આઇટી ૩.૨૧ ટકા, રિયલ્ટી (૩.૮૦ ટકા), ટેક (૨.૭૨ ટકા), ટેલિકોમ્યુનિકેશન (૨.૧૪ ટકા), નાણાકીય સેવાઓ (૧.૩૮ ટકા), તેલ અને ગેસ (૧.૩૬ ટકા) વધ્યા હતા. ટકા) અને એનજીર્ર્ (૧.૨૮ ટકા)માં ઉછાળોે હતો. એક માત્ર ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડો હતો.