ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારમાં નવો ઇતિહાસ: સેન્સેક્સ પહેલીવાર 70000ને પાર

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં રોજ નવા ઇતિહાસ સર્જાઈ રહ્યા છે. સોમવારે સત્રના પહેલા દિવસે સેન્સેકસ ૭૦,૦૦૦ અને નિફ્ટી ૨૧૦૦૦ પાર કરી ગયો હોવાથી રોકાણકારો રાજીના રેડ થઈ ગયા છે.


વૈશ્વિક અને સ્થાનિક પરિબળો હાલ તેજીવાળાની તરફેણમાં છે. અલબત્ત એકધારી તેજી બાદ બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકોએ સોમવારે નબળા ઓપનિંગ પોસ્ટ કર્યું હતું.

શેરબજારમાં સેન્સેક્સ 69925 પર ખુલ્યો હતો. ઇન્ડેક્સમાં 100 અંકની તેજી જણાઈ હતી જોકે બીજી તરફ નિફટીમાં ફ્લેટ કારોબાર દેખાયો હતો. નિફટીએ 4 અંકના ઘટાડા સાથે 20965 પર સાપ્તાહિક કારોબારની પ્રારંભ કર્યો હતો.
NSE નિફ્ટી 4 પોઈન્ટના ઘટાડા સાથે 20965.3 પર ફ્લેટ ખુલ્યો હતો જ્યારે BSE સેન્સેક્સ 100.3 પોઈન્ટના વધારા સાથે 69,925.63 પર ખુલ્યો હતો. વ્યાપક સૂચકાંકો મોટાભાગે લીલા રંગમાં ખુલ્યા હતા. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 28.7 પોઈન્ટ ઘટીને 47,233.30 પર ખુલ્યો હતો. અન્ય ક્ષેત્રીય સૂચકાંકોએ સોમવારે મિશ્ર શરૂઆત કરી હતી.


કારોબારની ગણતરીના સમયમાં બંને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી બનાવી લીધી છે. સેન્સેક્સ 70 હજારને પર પહોંચી ગયો છે. નિફટી પણ 21019 ના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો હતો.


આ લખાઈ રહ્યું છે ત્યારે બંને ઇન્ડેક્સ ઉપરોક્ત સર્વોચ્ય સપાટીની ઉપર નીચે અથડાઈ રહ્યા છે. જોકે વિશ્લેષકો માને છે બજારનો અંડરટોન મજબૂત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button