સેન્સેકસ 1,500પોઇન્ટ ઊછળ્યો, એમકેપમાં રૂ. 6.50 લાખ કરોડ ઉમેરાયા
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં નવા વર્ષની ઉજવણી ચાલુ રહી છે. આ તબક્કે સેન્સેક્સ ૧૫૦૦ પોઇન્ટના તોતિંગ ઉછાળા સાથે ૮૦,૦૦૦ની સપાટી પાર કરી ઝડપથી આગળ વધી રહ્યો છે. એશિયન બજારોમાં ખોટને નકારીને, ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી બેન્ચમાર્ક ઝડપી આગેકૂચ નોંધાવી રહ્યાં છે. બજારમાં હાલ તો કોઇ ટ્રીગર નથી પરંતુ વેચામ કપાવાથી આ તેજીનો ઉછાળો જોવા મળ્યો હોવાનું બજારના સાધનો જણાવે છે. આ લખાઇ રહ્યું છે ત્યારે એમકેપમાં લગભગ રૂ. ૬.૫૦ લાખ કરોડ ઉમેરાયા છે. કોર્પોરેટ ક્ષેત્રની ત્રિમાસિક કમાણીની સિઝન પહેલા નાણાકીય, ઓટો અને આઇટી શેરોને કારણે ભારતીય ઇક્વિટી શેરઆંકો આગેકૂચ કરી રહ્યાં છે. ડિસેમ્બરના મજબૂત વેચાણને કારણે ઓટો શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. આઇટી શેરો અને બેન્કિંગ શેર્સમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
Also read: એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો
બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. ૬.૫૦ લાખનો વધારો થયો છે. સેક્ટોરલ મોરચે, ઓટો, આઈટી સૂચકાંકો પ્રત્યેક ૨ ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ, આઇશર મોટર્સ, બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીના ટોપ ગેઇનર્સ છે, જ્યારે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ અને બીપીસીએલને નુકસાન થયું છે. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ દરેક ૦.૪ ટકા વધ્યા છે.