મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેર બજારે નવી ઈતિહાસ રચ્યો છે, બજાર નાવા રેકોર્ડ સ્તરે પહોંચી (Share market at record level)ગયું છે. આજે બાજાર નજીવા ઘટાડા સાથે ખુલ્યું હતું, ત્યાર બાદ તેજી સાથે BSEનો સેન્સેક્સ અને NSEનો નિફ્ટી બંને ઇન્ડેક્સ નવા રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. નિફ્ટી-50 ઇન્ડેક્સ 26,000 અંક નજીક પહોંચી ગયો છે.
સેન્સેક્સે 85,052ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે અને નિફ્ટીએ 25,981ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે.
જો કે આજે બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી પર થોડી બ્રેક લાગી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ સિગ્નલમાં ખુલ્યા હતાં. પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 67.88 પોઈન્ટ (0.080%)ના ઘટાડા સાથે 84,860.73 ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી 17.60 પોઈન્ટ (0.068%) ઘટીને 25,921.45 ના સ્તર પર ખુલ્યો હતો.
| Also Read: Stock Market : શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ, સેન્સેક્સમાં 67 પોઇન્ટનો ઘટાડો
થોડા સમય પછી બજારમાં ફરી તેજી આવી હતી, સેન્સેક્સ 115 પોઈન્ટથી વધુ ઉછળીને 85,052.42ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો. બીજી તરફ જો નિફ્ટી ગ્રીન ઝોનમાં આવ્યા બાદ તે 25,981 સુધી પહોંચ્યો હતો.
મંગળવારના રોજ બજારની શરૂઆત દરમિયાન લગભગ 1564 શેરમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 787 શેર એવા હતા જે ઘટાડા સાથે ખુલ્યા, 159 કંપનીઓના શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. બજારને ટેકો આપનાર 10 શેરોમાં, ટાટા સ્ટીલનો શેર 3.41% વધીને રૂ. 159.20, JSW સ્ટીલનો શેર 2.36% વધીને રૂ. 1005, જ્યારે પાવરગ્રીડ શેર 1.69% વધીને રૂ. 347.25નો વેપાર કરી રહ્યો હતો. આ સિવાય HDFC બેન્કનો શેર 1.02% વધીને રૂ. 1777.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને ટાટા મોટર્સનો શેર 1%થી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.