110 દિવસ બાદ સેન્સેક્સે કૂદાવી 80000ની સપાટી, મિડ – સ્મોલ કેપમાં તેજી

મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત સાતમાં દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 110 દિવસની ટોચ પર પહોંચ્યો હતો. 3 જાન્યુઆરી બાદ સેન્સેક્સ ફરી 80,000ની સપાટીને પાર થયો હતો. સેન્સેક્સ 468.75 પોઈન્ટના ઉછાળા સાથે 80064.34ના સ્તર પર ખૂલ્યો હતો. જોકે હાલ 79767 પર કારોબારી કરી રહ્યો છે.
આઈટી શેરના દમ પર નિફ્ટી 23,400ને પાર થઈ હતી. મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી જોવા મળી છે. એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટીસીએસ, સન ફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર, મારુતિ, ટાટા સ્ટીલ, રિલાયન્સના શેર વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે ટાઈટન, અદાણી પોર્ટ, એસબીઆઈ, પાવરગ્રિડ, કોટક બેંકના શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

શેરબજારમાં તેજીના કારણે રોકાણકારો એક જ ઝટકામાં 3.62 લાખ કરોડ રૂપિયા કમાયા હતા. એક્સપર્ટ મુજબ, આરબીઆઈએ બેંકોની લિક્વિડિટીને લઈ જે જાહેરાત કરી છે તેનાથી શેરબજારને સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ટોકની અસર પણ ભારતીય શેરબજારમાં જોવા મળી છે. ભારતીય શેરબજારમાં સાત દિવસમાં 7100થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.
બુધવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોને મોટો નફો થયો હતો. એક દિવસ પહેલા BSEનું માર્કેટ કેપ 4,27,37,717.23 કરોડ રૂપિયા હતું. જે બુધવારે માર્કેટ ખુલતાં જ 4,30,99,457.63 કરોડ પર પહોંચી ગયું હતું. બજાર ખુલ્યા પછી, રોકાણકારોએ 3,61,740.4 કરોડ રૂપિયાનો નફો થયો હતો. રોકાણકારો 7 કારોબારી દિવસમાં 37.17 લાખ કરોડ રૂપિયા કમાયા છે.
આ પણ વાંચો…ભારતીય શેરબજારમાં વધારાથી અંબાણી- અદાણીની સંપત્તિમાં થયો વધારો, દુનિયાના ધનિકોમા દબદબો વધ્યો