સેન્સેક્સે ૭૪,૬૫0ની સપાટી વટાવી, બેન્ક નિફ્ટીનો સર્વોચ્ચ શિખરને સ્પર્શ | મુંબઈ સમાચાર

સેન્સેક્સે ૭૪,૬૫0ની સપાટી વટાવી, બેન્ક નિફ્ટીનો સર્વોચ્ચ શિખરને સ્પર્શ

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે જબરી તેજી જોવા મળી હતી. સેન્સેક્સે ૭૪,૬૫૦ની સપાટી વટાવી નાખી છે. મિડકેપ અને બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ સર્વોચ્ચ શિખરે પહોંચ્યા છે.

આઇસીઆઇસીઆઇ બેંક અને એસબીઆઇ લાઇફ દ્વારા જાહેર કરવામાં આવેલા મજબૂત પરિણામોને પગલે, બેન્ક શેરોમાં આવેલા જોરદાર ઉછાળા પાછળ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ ૪૯,૪૬૮ની તેની સર્વકાલિન ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો.

રિયલ્ટી, એફએમસીજી, મેટલ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ, પાવર, બેન્ક અને ઓઈલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૦.૫ ટકાથી બે ટકા સુધીના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બજારના સાધનો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઇરાનના છેલ્લા વિધાન બાદ ભૌગોલિક રાજકીય તંગદિલી હળવી થવા સાથે કોર્પોરેટ કક્ષેત્રના મજબૂત પરિણામોને કારણે સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.

Back to top button