![Stock market saw boom Sensex surged by 1000 points](/wp-content/uploads/2024/06/sensex-record.webp)
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સતત પાંચમા સત્રમાં ચાલુ રહેલી પીછેહઠ વચ્ચે બપોરે બે વાગે સેન્સેક્સ ૧,૨૦૦ પોઈન્ટથી વધુ તૂટી પડતાં રોકાણકારોને ૧૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અલબત્ત સેન્સેક્સે નીચા મથાળેથી રિકવરી કરી છે, પરંતુ હજુ તે પાછલા બંધ સામે ૧૧૦૦ પોઇન્ટ નીચી સપાટીની આસપાસ અથડાઇ રહ્યો છે.
મંગળવારે સતત પાંચમા સત્રમાં ભારતીય ઇક્વિટી બેન્ચમાર્કે ઝડપી ગતિએ ગબડવાનું ચાલુ રાખ્યું છે. ખાસ કરીને બેંકિંગ, ઓટો, મેટલ અને આઇટી શેરોમાં વેચવાલીનું જબરું દબાણ હતું. નબળી સ્થાનિક કમાણી અને યુ.એસ. વેપાર નીતિ અંગેની ચિંતાઓને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ખાંચરો પડ્યો છે.
બીએસઈ સેન્સેક્સ બપોરે ૨:૦૯ વાગ્યાની આસપાસ ૧,૨૨૭ પોઈન્ટ અથવા ૧.૫૯ ટકાના કડાકા સાથે ૭૬,૦૮૪ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૩,૦૦૦ પોઇન્ટના સ્તરથી નીચે સરકી ગયો હતો. અગાઉ જણાવ્યું તે પ્રમાણે બંને બેન્ચમાર્ક રિકવરી માટે પ્રયાસ કરી રહ્યાં છે.
બેંકિંગ, ઓટો, મેટલ અને આઇટી શેરોમાં ઘટાડાને કારણે ભારતીય ઇક્વિટી સૂચકાંકો પાંચમા દિવસે પણ ગબડી રહ્યા છે. ફાળો આપનારા પરિબળોમાં યુએસ ટ્રેડ પોલિસી, કોર્પોરેટ સેકટરના નબળા પરિણામ અને વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફમાં ૨૫ ટકાનો વધારો, ફેડરલ ચેરમેન પોવેલની ટેસ્ટીમની પહેલાંનો ઉચાટ અને યુએસ બોન્ડ યીલ્ડનો વધારો બજારને નીચે ધકેલવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : શેરબજારમાં ટેરિફના ડર વચ્ચે નીફ્ટી ૨૩,૩૦૦ની નીચે સરક્યો, આગળ શું?
બજારના ચાલુ મંદીના તબક્કામાં નોંધપાત્ર વલણ એ વ્યાપક બજારમ લાર્જકેપ્સનું આઉટપરફોર્મન્સ છે. આ આઉટપરફોર્મન્સ આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે. લાર્જકેપ્સમાં વિદેશી ફંડો દ્વારા અવિરત વેચવાલીએ તેમના મૂલ્યાંકનને વાજબી બનાવ્યું છે જ્યારે મિડ અને સ્મોલકેપ્સના વેલ્યુએશન વધુ પડતા ઊંચા જ રહ્યા છે. વિદેશી રોકાણકારો ચોક્કસપણે ભારતમાં પાછા ફરશે; પરંતુ તે ત્યારે જ થશે જ્યારે ડોલર ઇન્ડેક્સ નબળો પડશે. આપણે જાણીએ છીએ કે તે થશે, પણ ક્યારે ખબર નથી. રોકાણકારોએ હવે બેંકિંગ, આઈટી, ઓટો, ફાર્મા અને કેપિટલ ગુડ્સમાં ગુણવત્તાયુક્ત લાર્જકેપ ખરીદીને ધીરજપૂર્વક રાહ જોવી પડશે.