
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ફરી તેજીનો માહોલ જામ્યો છે. સપ્તાહના પહેલા જ સત્રમાં સેન્સેકસમાં ફરી ઉછાળો જોવા મળ્યો અને સવારના સત્રમાં જ બેન્ચમાર્ક ૭૩,૭૦૦ને સ્પર્શ્યો છે.
એ જ રીતે, નિફ્ટી પણ એ તબક્કે ૨૨,૩૦૦ની સપાટી વટાવી ગયો હતો. નોંધવુ રહ્યું કે મુંબઇ સમાચારમાં આજની ફોરકાસ્ટ કોલમના શીર્ષકમાં લખ્યું છે કે નિફ્ટીની નજર ૨૨,૩૦૦ની સપાટી પર છે. આ અવરોધક સપાટી છે, જેના પછીનું સ્તર ૨૨,૫૦૦નું છે.
એશિયન બજારોમાં ઉછાળાને ટ્રેક કરતાં, સોમવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારાનો પવન ફૂંકાયો છે. ખાનગી બેંકો અને ઈન્ફ્રા શેરોમાં સારી લેવાલી જોવા મળી હતી.
રોકાણકારોની નજર હવે રિલાયન્સના નાણાંકીય પરિણામો પર છે જે આજે બજાર પછીના સમયમાં જાહેર થવાની શક્યતા છે. કુલ 15 કંપનીઓમાં RIL આજે Q4 પરિણામો જાહેર કરશે
ઇરેડામાં Q4 કમાણી પછી 10%થી વધુ ઉછાળો જોવા મળ્યો છે. HDFC બેંક Q4 પરિણામો પછી 1% નીચા વેપાર કરી રહ્યા હતા.
ક્ષેત્રીય રીતે, તમામ સૂચકાંકો મજબૂત નોંધ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જેમાં નિફ્ટી મેટલ શ્રેષ્ઠ પર્ફોર્મર હતો.
નિષ્ણાતો જણાવે છે કે, શુક્રવારનું માર્કેટ રીબાઉન્ડ ફુગાવા અને ભૌગોલિક રાજકીય ચિંતાઓ વચ્ચે નિફ્ટીની સ્થિતિસ્થાપકતાનો સંકેત આપે છે, જે WTI ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ Q4 અપેક્ષાઓ સકારાત્મક છે, જ્યારે નિફ્ટીનો ટેકનિકલ આઉટલૂક 21710 પર ચાવીરૂપ સપોર્ટ સાથે, હકારાત્મક પૂર્વગ્રહની તરફેણ કરે છે.