વેપારશેર બજાર

સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને નેગેટિવ ઝોનમાં લપસ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુએસ ફેડના વ્યાજ દરો અંગેના બહુપ્રતીક્ષિત નિર્ણયની જાહેરાત અગાઉ સાવચેતીના માનસ વચ્ચે, વૈશ્ર્વિક ઇક્વિટી બજારના સુસ્ત વલણોને કારણે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બુધવારે સત્ર દરમિયાન નવી ઓલટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ આઇટી શેરોની આગેવાનીએ પ્રોફિટ બુકિંગને કારણે નીચી સપાટીએ ગબડ્યા હતા. ફેડરલ રિઝર્વ વ્યાજ દર અંગે નિર્ણય જાહેર કરે તે અગાુ વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટ, વેઇટ એન્ડ વોચના મૂડમાં જોવા મળ્યા હતા.

સેન્સેક્સ અંતે ૧૩૧.૪૩ પોઇન્ટ અથવા તો ૦.૧૬ ટકાના ઘટાડા સાથે ૮૨,૯૪૮.૨૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન તે ૨૪૬.૭૨ પોઇન્ટ અથવા તો ૦.૨૯ ટકાના સુધારા સાથે ૮૩,૩૨૬.૩૮ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટ અથવા તો ૦.૧૬ ટકાના ઘટાડા સાથે ૨૫,૩૭૭.૫૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન તે ૬૩.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૨૫ ટકાના સુધારા સાથે ૨૫,૪૮૨.૨૦ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીને
અથડાયો હતો.

ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ અને એચસીએલ ટેકનોલોજીમાં ત્રણેક ટકા જેવો કડાકો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા. જ્યારે સોથી વધુ વધનારા શેરોમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્કનો સમાવેશ હતો. સ્ટેટ બેન્કના ચેરમેન સી એસ શેટ્ટીએ એવી આગાહી કરી છે કે રિઝર્વ બેન્ક ફૂડ ઇન્ફલેશનની સ્થિતિ જોતાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરે એવી શક્યતા ઓછી છે.

સેબી પાસે ક્વાલિટી પેપર્સે ડ્રાફટ પેપર્સ સુપરત કર્યા છે. એનબીએફસી મનબા ફાઇનાન્સ ૨૩મી સપ્ટેમ્બરે ૧.૨૬ કરોડ ઇક્વિટી શેર ધરાવતા રૂ. ૧૫૧ કરોડના જાહેર ભરણાં સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે, તેની પ્રાઇસ બેન્ડ રૂ. ૧૧૪થી રૂ. ૧૨૦ નક્કી થઇ છે. મિનિમમ બિડ લોટ ૧૨૫ શેરની છે. ભરણું ૨૫મી સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીની એયુએમ નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૯૩૬.૮૫ કરોડ રહી હતી. ઓરબિન્દો ફાર્માએ જીએલએસ ફાર્મામાં ૪૯ ટકા હિસ્સો મેળવવાની તૈયારી કરી છે.

ઓસવાલ પમ્પ્સ લિમિટેડે સેબી પાસે ડીઆરએચપી જમા કરાવ્યું છે. એસડી રિટેલ સંપૂર્ણપણે ૪૯.૬ લાખ શેરના બુક બિલ્ટ ઈશ્યુ સાથે મૂડીબજારમાં આવી રહી છે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ.૧૨૪થી રૂ.૧૩૧ નક્કી થઇ છે. સબ્સ્ક્રિપ્શને ૨૦ સપ્ટેમ્બરથી ૨૪ સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. શેરની ફાળવણી ૨૫ સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ શુક્રવાર સુધી થવાની ધારણા છે. પીએમઇએ સોલાર ટેકે સેબી પાસે ડીઆરએચપી જમા કરાવ્યું છે.

એફઆઇઆઇ અને રિટેલ વર્ગ પ્રાઇમરી માર્કેટ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. સ્ટીલ બિલેટ્સનું ઉત્પાદન કરનારી કલાના ઈસ્પાત લિમિટેડ ૧૯ સપ્ટેમ્બરે ૪૯,૩૮,૦૦૦ ઇક્વિટી શેરની પ્રારંભિક જાહેર ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેરદીઠ ભાવ રૂ. ૬૬ છે. ઇશ્યૂ ૨૩ સપ્ટેમ્બરે બંધ થશે. નાણાં ભંડોળનો ઉપયોગ સોલાર પાવર પ્લાન્ટ અને રોલિંગ મિલની સ્થાપના તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે મૂડી ખર્ચ માટે ઉપયોગમાં લેવાશે. સેક્ધડરી માર્કેટની અફડાતફડી વચ્ચે રોકાણકારો પ્રાઇમરી માર્કેટ પર ધ્યાન આપી રહ્યાં છે.

ટીસીએસે બુધવારે મેકડોનાલ્ડ સાથે ફિલિપીન્સમાં તેના ૭૬૦થી વધુ રેસ્ટોરન્ટના ડિજીટાઇઝ ઓપરેશન્સ માટે બે વર્ષની ભાગીદારી કરી છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ક્ષેત્રની કંપની ડિજીકોર સ્ટુડિયો લિમિટેડે તેના એડવાઇઝરી બોર્ડમાં ડો. સ્કોટ રોસની નિમણૂક કરી છે. ડો. રોસ ૧૯૯૩માં વિશ્ર્વખ્યાત ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરોન સાથે ડિજિટલ ડોમેનની સહસ્થાપના માટે જાણીતા છે. તેમનો વ્યાપક અનુભવ ટાઇટેનિક, ટર્મિનેટર, જજમેન્ટ ડે, એપોલો ૧૩ અને સેક્ધડહેન્ડ લાયન્સ સહિત ૧૦૦થી વધુ પ્રોજેકટસમાં વિસ્તરેલો છે. રિલાયન્સ ઇન્ફ્રાનું કરજ ૮૭ ટકાના ઘટાડો થયો હોવાની ચર્ચાએ તેનો શેર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં અથડાયો હતો.

એશિયન બજારોમાં, ટોક્યિો અને શાંઘાઈમાં સુધારો જોવા મળ્યો હતોે, જ્યારે હોંગકોંગ શેરબજાર નેશનલ હોલિડેને કારણે બંધ હતું. યુરોપના બજારોમાં એકંદર મરમાઇ રહી હતી, જ્યારે મંગળવારે યુએસ બજારો મિશ્રિત વલણ સાથે બંધ રહ્યાં હતાં. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂ. ૪૮૨.૬૯ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૬૩ ટકા ઘટીને ૭૨.૫૦ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૩.૬૫ ટકા, બજાજ ફિનસર્વ ૨.૧૧ ટકા, નેસ્લે ૧.૬૧ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૫ ટકા, એચડીએફસી બેન્ક ૧.૫૪ ટકા, સ્ટેટ બેન્ક ૧.૧૯ ટકા, લાર્સન ૦.૯૯ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૮૩ ટકા મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૬૪ ટકા અને એક્સિસ બેન્ક ૦.૫૭ ટકા વધ્યા હતા, જ્યારે તાતા ક્ધસલ્ટન્સી ૩.૪૯ ટકા, એચસીએલ ટેક ૩.૧૫ ટકા, ઈન્ફોસિસ ૩.૦૯ ટકા, ટેક મહિન્દ્ર ૨.૭૯ ટકા, સન ફાર્મા ૧.૭૯ ટકા, તાતા સ્ટીલ ૧.૪૪ ટકા, તાતા મોટર્સ ૧.૨૯ ટકા, ટાઈટન ૧.૨૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૧૬ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૮૫ ટકા ઘટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button