વેપાર અને વાણિજ્યશેર બજાર

…તો સેન્સેક્સ 77,000ની સપાટી કૂદાવશેઃજુઓ શું થશે ચૂંટણીના પરિણામોની શેરબજાર પર અસર

મુંબઈ: કોઇપણ દેશમાં ચૂંટણી બાદ સરકાર બદલાય અથવા તો સરકાર ફરી સત્તામાં આવે તો તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર થતી હોય છે અને શેરબજારમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળે છે. જોકે ભારતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ હજી સુધી જાહેર નથી થયા ત્યારથી જ શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. અચાનક જ સેન્સેક્સ એકદમ નીચે તો ક્યારેક એકદમ ઉપર જતું જોવા મળી રહ્યું છે.

એવામાં જો મહાયુતિને બહુમતિ ન મળે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી સત્તામાં ન આવે તો શેરબજારની સ્થિતિ કેવી હશે, તે વિશે શેરબજારના નિષ્ણાંતોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Stock Market Crash: આજે ફરી શેરબજારમાં કડાકો…

નિષ્ણાંતોએ જણાવ્યા અનુસાર ચૂંટણીના પરિણામોની શેરબજાર પર ઘેરી અસર જોવા મળશે. ભાજપને બહુમત મળશે કે નહીં મળે તેના આધારે શેરબજાર પર નકારાત્મક કે સકારાત્મક અસર થશે, એમ નિષ્ણાંતોનું કહેવું છે.

નિફ્ટી જઇ શકે છે 25,000ને પાર
નિષ્ણાંતોએ જણાવ્યા અનુસાર જો ભાજપને મોટો બહુમત મળ્યો તો આવતા બાર મહિનામાં નિફ્ટી 25,363થી 25,810 સુધી ઊંચકાશે. જો ભાજપ મોટા બહુમત વિના સત્તામાં આવે તો નિફ્ટી 24,000ને પાર કરશે. જોકે ભાજપને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે તો નિફ્ટી 20,500 સુધી ગગડી શકે.

સેન્સેક્સ 78,500નો આંક વટાવશે
વધુ એક નિષ્ણાંતે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ભારે બહુમત સાથે ફરી વડા પ્રધાન બનશે તો સેન્સેક્સ 78,500નો આંકડો વટાવી શકે. ચૂંટણીનું 2019 જેવું જ પરિણામ ચૂંટણીનું આવે તો નિફ્ટી કદાચ 23,500ની સપાટી કૂદી શકે. જો ભાજપ સ્વબળે સત્તામાં ન આવી શકે અને અન્ય ઘટકોનું સમર્થન મેળવી સત્તામાં આવે તો સેન્સેક્સ 72,000 અને નિફ્ટી 22,000ની સપાટી કૂદાવી શકે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી