સેબીએ અમેરિકન ટ્રેડિંગ ફર્મ સામે કડક કાર્યવાહી કરી, 4843 કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ

મુંબઈ : સેબીએ અમેરિકન ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ સામે કડક કાર્યવાહી કરી છે અને તેને ભારતીય બજારમાં વ્યવસાય કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ કંપની પર છેતરપિંડીનો આરોપ લગાવતા તેને 4843 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. સેબીએ આદેશમાં જણાવ્યું છે કે જેન સ્ટ્રીટને ભારતીય બજારમાં કોઈપણ પ્રકારની ખરીદી, વેચાણ અથવા અન્ય કોઈપણ સોદાથી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રતિબંધિત કરવામાં આવી રહ્યો છે.
જેન સ્ટ્રીટ પર સેબીની કાર્યવાહી
સેબીની વેબસાઇટ પર પ્રકાશિત આદેશ અનુસાર, 48.4 અબજ એટલે કે લગભગ 4843 કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ આવક જેન સ્ટ્રીટ દ્વારા ગેરકાયદે રીતે કમાઈ છે. આ સાથે સેબીએ બેંકોને એ પણ ખાતરી કરવા કહ્યું કે જેન સ્ટ્રીટ નિયમનકારની મંજૂરી વિના તેના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. સેબીએ તેના આદેશમાં કહ્યું છે કે જેન સ્ટ્રીટ દ્વારા કરવામાં આવેલી 4,843,57,70,168 રૂપિયાની કમાણી રીતે જપ્ત કરવામાં આવશે.
જોકે, સેબીએ એ નથી જણાવ્યું કે આ વ્યવસાય સંબંધિત ઉલ્લંઘનો કયા સમયગાળા દરમિયાન કરવામાં આવ્યા હતા, પરંતુ સેબીનો આ આદેશ દેશમાં વ્યવસાય કરતી વિદેશી પેઢી પર મોટી કાર્યવાહી દર્શાવે છે.
આપણ વાંચો: ભારતીય શેરબજારની સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં મામૂલી વધારો
જેન સ્ટ્રીટ વિશ્વની પ્રભાવશાળી ટ્રેડિંગ ફર્મ
જેન સ્ટ્રીટ વિશ્વની એક જાણીતી અને પ્રભાવશાળી ટ્રેડિંગ ફર્મ છે. જેનો ઇક્વિટી, બોન્ડ, ETF અને ડેરિવેટિવ્ઝમાં વ્યવસાય છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ગયા વર્ષે જ આ પેઢીએ ભારતીય બજારમાંથી 2.3 ટ્રિલિયન ડોલરથી વધુની કમાણી કરી હતી. ત્યારે સેબીની કાર્યવાહી માત્ર ભારતમાં જેન સ્ટ્રીટના વ્યવસાયને અસર કરશે નહીં. પરંતુ તે કંપનીઓ માટે એક મજબૂત સંદેશ પણ છે. જે ખૂબ જ આક્રમક વ્યૂહરચના સાથે ભારતીય બજારમાં વ્યવસાય કરી રહી છે.