સેબીને નામે સોશિયલ મીડિયા પર છેતરપિંડીના પ્રયાસ! | મુંબઈ સમાચાર
શેર બજાર

સેબીને નામે સોશિયલ મીડિયા પર છેતરપિંડીના પ્રયાસ!

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ તેના નામે થતા છેતરપિંડીભર્યા સંદેશાવ્યવહાર સામે રોકાણકારોને સતર્ક રહેવા જણાવ્યું છે. બજાર નિયમનકાર સેબીએ શુક્રવારે રોકાણકારોને સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર તેના નામે ઠલવાઇ રહેલા છેતરપિંડીભર્યા સંદેશાઓ અને નોટિસો સામે સાવધ રહેવા ચેતવણી આપી છે.

નિયમનકારે લોકોને આવા છેતરપિંડીભર્યા સંદેશાઓના જવાબમાં વ્યક્તિગત માહિતી અથવા પૈસા મોકલાવતી વખતે સાવધ રહેવા જણાવ્યું છે. સેબીએ એવા ઘણા કિસ્સાઓ જોયા પછી ચેતવણી આપતું નિવેદન આપ્યું છે, જ્યાં છેતરપિંડી કરનારાઓએ સેબીના અધિકારીઓનો સ્વાંગ રચ્યો છે, સેબીના બનાવટી લોગો, લેટરહેડ અને સીલનો દુરુપયોગ કર્યો છે અને બનાવટી ઇમેઇલ આઈડી પણ બનાવી છે.

આ પણ વાંચો: સેબીએ સ્ટોક બ્રોકરોને રાહત આપી, નેટવર્થ સર્ટીફિકેટ જમા કરાવવાની સમય મર્યાદા વધારી

માર્કેટ રેગ્યુલેટરના ધ્યાનમાં કેટલાક એવા કિસ્સા પમ આવ્યા છે, જેમાં, નિયમનકારી કાર્યવાહી ટાળવા માટે અનુપાલન સેવાઓ, દંડ અથવા દંડ માટે ચૂકવણીની માગણી કરતી નકલી નોટિસ જારી કરવામાં આવી હતી. સેબીએ ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફરતા આવા સંદેશ અંગે સતર્ક રહેવાની તાકીદ કરી છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button