
નિલેશ વાઘેલા
મુંબઇ: બજાર નિયામક થી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ સપાટો બોલાવ્યો છે. હાલમાં જ અનિલ અંબાણી સહિત ૨૫ એન્ટિટી પર સપાટો બોલાવ્યા બાદ હવે નવા સમાચાર આવ્યા છે.
માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ રાણા સુગર્સના પ્રમોટર્સ અને અન્ય સંબંધિત એન્ટિટી સહિત 14 એન્ટિટીને સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશવા સામે બે વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે અને ભંડોળના ડાયવર્ઝનના આરોપસર રૂ. 63 કરોડનો દંડ ફટકાર્યો છે.
| Also Read: Stock Market : વૈશ્વિક સંકેતોની અસર વચ્ચે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 68 પોઇન્ટનો વધારો…
નિયમનકારે ઈન્દર પ્રતાપ સિંહ રાણા (પ્રમોટર), રણજીત સિંહ રાણા (ચેરમેન), વીર પ્રતાપ સિંહ રાણા (MD), ગુરજીત સિંહ રાણા, કરણ પ્રતાપ સિંહ રાણા, રાજબંસ કૌર, પ્રીત ઈન્દર સિંહ રાણા અને સુખજિંદર કૌર (પ્રમોટર) પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
બે વર્ષ માટે કોઈપણ અન્ય લિસ્ટેડ કંપનીના ડિરેક્ટર અથવા ચાવીરૂપ વ્યવસ્થાપક તરીકે કોઈ હોદ્દો ધરાવવો. એક્સચેન્જના ડેટા મુજબ રણજીત સિંહ, વીર પ્રતાપ અને સુખજિંદર કૌર પણ રાણા સુગર્સ લિમિટેડના પ્રમોટર હતા.