અસ્થિર માહોલમાં માર્કેટમાં કોણે આપ્યું દમદાર રિટર્ન? જાણો 10 વર્ષમાં સ્મોલ, મિડ અને લાર્જ-કેપ ફંડનું પ્રદર્શન | મુંબઈ સમાચાર
શેર બજાર

અસ્થિર માહોલમાં માર્કેટમાં કોણે આપ્યું દમદાર રિટર્ન? જાણો 10 વર્ષમાં સ્મોલ, મિડ અને લાર્જ-કેપ ફંડનું પ્રદર્શન

શેરબજારમાં અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોને રોકાણ કરવા માટે હંમેશાં અસમંજસ રહે છે. અનેક રોકાણકારો ઉતાવળમાં જાણે અજાણે રોકાણ કરી નાખે છે, જ્યારે નજીકના ટાર્ગેટમાં પૈસા પણ ઉપાડી લે છે.

અમેરિકાના ટેરિફના કકળાટ વચ્ચે ભારતીય શેરબજારમાં ઉતારચઢાવ જોવા મળે છે, પરંતુ અસ્થિરતાને કારણે માર્કેટમાં રાઈટ ટાઈમ રોકાણકારો નુકસાનમાંથી બચવા માટે નીકળી જાય છે, પરંતુ માર્કેટમાં મજબૂત રિટર્ન મેળવવામાંથી ચૂકી જતા હોય છે.

જો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક પણ સાબિત થાય છે, પણ એના નફા-નુકસાનના પણ ગણિત અલગ અલગ છે. જોકે, ત્રણેય કેટેગરીનો તુલનાત્મક અભ્યાસ કરતા છેલ્લા 10 વર્ષમાં અમુક ફંડે મજબૂત વળતર પૂરું પાડ્યું હતું, જેમાં ખાસ કરીને કયા ફંડનો દબદબો રહ્યો એની વાત કરીએ.

એક સંશોધિત અહેવાલ અનુસાર સ્મોલ કેપ ફંડની કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડે દસ વર્ષમાં સરેરાશ 17.35 ટકા રિટર્ન આપ્યું હતું,જ્યારે મિડ કેપ ફંડની વાત કરીએ તો રોકાણકારોને નિરાશ કર્યા નહોતા. આ જ કેટેગરીના ફંડે 10 વર્ષમાં રોકાણકારોને 16.27 ટકાના દરેથી રિટર્ન આપ્યું હતું. એની સાથે લાર્જ કેપ ફંડની કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડે સરેરાશ રિટર્ન 12.79 ટકા આપ્યું છે, જ્યારે સ્મોલ અને મિડ કેપ ફંડથી ઓછું આપ્યું છે, પરંતુ એકંદરે સાતત્યની દૃષ્ટિએ મહત્ત્વ આંકવામાં આવે છે.
|

આપણ વાંચો: ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી, સેન્સેકસ- નિફ્ટીમાં વધારો

સ્મોલ કેટેગરી ફંડનો રહ્યો દબદબો

છેલ્લા 10 વર્ષમાં સ્મોલ કેપ કેટેગરીના ડાયરેક્ટ પ્લાન મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મજબૂત વળતર પૂરું પાડ્યું હતું. આ કેટેગરીમાં નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડે લગભગ 22.67 ટકા, એક્સિસ સ્મોલ કેપ ફંડે લગભગ 20.43 ટકા રિટર્ન આપ્યું હતું. એસબીઆઈ સ્મોલ કેપ ફંડે 20.33 ટકા અને એચડીએફસી સ્મોલ કેપ ફંડના રોકાણકારોએ 20 ટકાથી વધુ કમાણી કરાવી હતી.

સ્મોલ કેપ ફંડની માફક મિડ કેપ ફંડે 10 વર્ષમાં 20 ટકાનું રિટર્ન આપ્યું હતું, જ્યારે મિડ કેપ ફંડ્સે રોકાણકારોને અઢારથી 20 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું હતું. આ જ કેટેગરીમાં ડાયરેક્ટ પ્લાન ઈન્વેસ્કો ઈન્ડિયા મિડ કેપ ફંડે લગભગ 20.33 ટકા, કોટક મિડ કેપ ફંડે આશરે 19.32 ટકાનું વળતર આપ્યું હતું.

લાર્જ કેપ કેટેગરી ફંડનું કેવું રહ્યું પ્રદર્શન

છેલ્લા 10 વર્ષ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને શાનદાર રિર્ટન આપ્યું હતું. આ જ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડે પોતાના રોકાણકારોને 14થી 16 ટકાનું વળતર આપ્યું હતું. ક્વાંટ ફોક્સ્ડ ફંડે 16.03 ટકા, નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડે 15.68 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાર્જ કેપ ફંડે 15.60 ટકા, કેનેરા રોબેકો લાર્જ કેપ ફંડે 15.52 ટકાનું રિટર્ન આપ્યું હતું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button