નેશનલવેપારશેર બજાર

‘રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે’, કંગના રનૌતે આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે (Kangana Ranaut) સોમવારે ફરી એક વાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કર્યા છે, કંગના રનૌતે રાહુલ ગાંધીને ‘સૌથી ખતરનાક માણસ’ ગણાવ્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ(Hindenburg Research)ના તાજેતરના રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધબી બૂચ (Madhabi Buch) પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, રાહુલ ગાંધીએ આ આરોપોને સમર્થન આપ્યું હતું અને ભાજપ અને અદાણી ગ્રુપની ટીકા કરી હતી.

કંગના રનૌતે X પરની એક પોસ્ટમાં રાહુલ ગાંધી પર રાષ્ટ્રને અસ્થિર કરવા માટે તમામ પ્રયાસ કરવાનો અને રાષ્ટ્રની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચડવાની આરોપ લગાવ્યો હતો.

કંગના રનૌતે લખ્યું કે “તે (રાહુલ ગાંધી) કડવા, ઝેરીલા અને વિનાશકારી છે…તેમનો એજન્ડા એ છે કે જો તેઓ વડાપ્રધાન ન બની શકે તો તેઓ આ દેશને પણ નષ્ટ કરી દેશે. આપણા શેરબજારને નિશાન બનાવતો હિંડનબર્ગ રિપોર્ટ જેનું રાહુલ ગાંધી ગઈકાલે રાત્રે સમર્થન કરી રહ્યા હતા, આ રિપોર્ટ પોકળ સાબિત થયો છે. ”

કંગનાએ લખ્યું રાહુલ ગાંધી જીવનભર વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે. કંગનાએ લખ્યું કે “…જે રીતે તમે આ રાષ્ટ્રના લોકોના ગૌરવ, વિકાસ અને રાષ્ટ્રવાદને ભોગવવા તૈયાર રહો છો. તેઓ તમને તેમના નેતા ક્યારેય નહીં બનાવે. તમે કલંકિત છો.”

ગાંધીએ યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આક્ષેપોને પગલે ભારતના શેરબજાર અંગે કડક ચેતવણી આપી હતી. તેમણે સેબીના વડા માધબી પુરી બુચ સામે સવાલો ઉભા કર્યા હતા. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી અને સરકાર પાસે જવાબ માંગ્યો છે.

રાહુલ ગાંધીએ એક વિડિઓ સંદેશમાં જણાવ્યું હતું. “વિપક્ષના નેતા તરીકે મારી ફરજ છે કે તમારા ધ્યાન પર લાવવાની કે ભારતીય શેરબજાર પર નોંધપાત્ર જોખમ છે કારણ કે જે સંસ્થાઓ શેરબજારને સંચાલિત કરે છે તેઓ અયોગ્ય કાર્યો કરે છે. અદાણી જૂથ સામે એક ખૂબ જ ગંભીર આરોપ ગેરકાયદેસર શેરની માલિકી અને ઓફશોર ફંડ્સનો ઉપયોગ કરીને કિંમતમાં હેરાફેરી કરવાનો હતો.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button