ટોપ ન્યૂઝવેપારશેર બજાર

શેરબજાર સાથે પ્રાઇમરી બજારમાં પણ તેજીની ધમાલ, જાણો કેટલા કરોડ ઉઘરાવ્યા?

નિલેશ વાઘેલા

મુંબઇ:
એકતરફ શેરબજાર અનેક અવરોધો વટાવી નવી વિક્રમી સપાટી સર કરી રહ્યું છે તો બીજી તરફ પ્રાઇમરી માર્કેટ પણ નવા વિક્રમો સર્જી રહ્યું છે.

આ પણ વાંચો: શેરબજાર: પીળું એટલું સોનું નહીં

આ વર્ષના માત્ર 6 મહિનામાં 34 કંપનીઓએ રૂ. 31,000 કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. પ્રાઇમરી માર્કેટમાં 2024માં જોરદાર તેજી જોવા મળી છે. પહેલી જુલાઈ, 2024 સુધીના સમયગાળામાં, 34 કંપનીઓ મૂડી બજારમાં પ્રવેશી હતી અને તેમણે પ્રથમ છ મહિનામાં પ્રાથમિક બજારમાં તેમના મેઇન બોર્ડ સેગમેન્ટમાં જાહેર ભરણા લોન્ચ કર્યા હતા.

આ પણ વાંચો: સો ના બારને ઘણી ખમ્માશેરબજારને ઘણી ખમ્મા

આ 34 કંપનીઓએ આ વર્ષે આઈપીઓ મારફત રૂ. 31,000 કરોડથી વધુ એકત્ર કર્યા હોવાનું જાણવા મળે છે. આ સંદર્ભે બીજી મહત્વની અને રસપ્રદ વાત એ છે કે આ વર્ષે જાહેર ભરણાં સાથે દાખલ થયેલી થયેલી 75 ટકા જેટલી કંપનીઓએ તેમના શેરધારકોને જોરદાર અથવા સારો નફો રળી આપ્યો છે.

આ પણ વાંચો: શેરબજારમાં જોરદાર તેજી: માર્કેટ રૂ. ૭.૧૦ લાખ કરોડની જમ્પ

એ પણ ખાસ નોંધવુ રહ્યું કે, આમાંથી પાંચ કંપનીઓના શેર તેમની પ્રારંભિક જાહેર ઓફર પછી માત્ર છ મહિનાના સમયગાળામાં જ બમણા અથવા તો ત્રણ ગણાથી વધુ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. વર્ષ 2023માં 58 કંપનીઓએ તેમના જાહેર ભરણાં લોન્ચ કર્યા હતા. આ વર્ષે, માત્ર પ્રથમ છ મહિનામાં, સંખ્યા 34 પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના કુલ કરતાં અડધા કરતાં વધુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button